દેશમાં કોરોના વધતા જતા કેસને પગલે સામાન્ય લોકોથી લઈને સરકાર સુધી ચિંતાઓ ઉભી કરી છે. આ મહામારીની બીજી લહેર જેણે આખી દુનિયાને ઘેરી લીધી છે તે વધુ જોખમી છે. ડબલ મ્યૂટન્ટ વાયરસ દર્દીઓની સેવા કરતા ડોકટરો, નર્સો અને અન્ય પેરામેડિકલ સ્ટાફને પણ સંક્રમિત કરવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારો આ કેસોને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લાદી રહી છે. દરમિયાન, એક વસ્તુ જેણે દરેકને મુશ્કેલીમાં મુકી છે તે છે દેશની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનનો અભાવ. આ સિવાય દવાઓના બ્લેક માર્કેટિંગ સામે લડવું પણ એક પડકારથી ઓછું નથી.
જો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રાજ્યોને ઓક્સિજનના સપ્લાય અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં રાજ્યો સાથે તાલમેલ મેળવવા સૂચના આપવામાં આવી છે. હવે કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓ માટે જરૂરી રેમડેસિવિરની કિંમતો 5400થી ઘટાડીને 3500 કરી દેવામાં આવ્યો છે.
ઝાયડસ બાદ છ કંપનીઓએ ઘટાડ્યા ભાવ
ઝાયડસના રેમડેસિવિરનો ભાવ રૂ. 899
બાયોકોન ઇન્ડિયાના રેમડેસિવિરનો ભાવ રૂ. 2450
ડો. રેડ્ડીના રેમડેસિવિરનો ભાવ રૂ. 2700
માયલાન ફાર્માના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400
જુબિલન્ટના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400
હેટેરોના રેમડેસિવિરનો ભાવ રૂ. 3490