• પીજીવીસીએલમાં નોકરી કરતા કોડીનાર પંથકના શખ્સ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો
  • મંગેતરને મળવા જતી વેળાએ તરૂણી સાથે સંપર્ક કેળવી આચર્યું કૃત્ય

Rajkot News
ઈન્દિરા સર્કલ નજીકના કોમ્પલેક્ષના ફલેટમાં એકલી રહેતી ધો. 12ની છાત્રાને ત્યાં ઘસી જઈ તેને નિર્વસ્ત્ર કરી, છેડછાડ કરવા અંગે કોડીનારના સાંઢણીધાર ગામના પ્રધ્યુમનસિંહ અભેસિંહ ચાવડા વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસમાં પોકસો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે સકંજામાં લઈ તપાસ આગળ ધપાવી છે.

પોલીસે જણાવ્યું કે જેતપુર પંથકની તરૂણી રાજકોટમાં ધો.12માં અભ્યાસ કરે છે. અભ્યાસ કરવા માટે એકાદ માસ પહેલા જ રાજકોટના ઈન્દિરા સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્ષમાં સ્થિત ફલેટમાં રહેવા આવી હતી. આ ફલેટ તેના સંબંધીનો જ છે. જે બાજુમાં જ રહે છે. તરૂણી એકલી ફલેટમાં રહેતી હતી. તે જે કોમ્પ્લેક્ષમાં રહે છે ત્યાં જ રહેતી યુવતી સાથે આરોપીની છ માસ પહેલા સગાઈ થઈ હતી.

જેથી આરોપી તેની વાગ્દત્તાને મળવા અવાર-નવાર તે કોમ્પલેક્ષમાં આવતો. હતો. જેને કારણે તરૂણી સાથે પરિચય થયો હતો. ગઈકાલે મોડી રાત્રે આરોપી  તરૂણીને કોલ કરી તેના ફલેટમાં મળવા આવી રહ્યાનું કહ્યું હતું. જેનો તરૂણીએ ઈન્કાર કરવા છતાં મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ આરોપી તેના ફલેટમાં ઘસી ગયો હતો.

એટલું જ નહીં તરૂણીને નિવસ્ત્ર કરી તેની છેડતી કરી હતી. જેથી તરૂણીએ બુમાબુમ કરવાની ચેતવણી આપતાં આખરે આરોપી જતો રહ્યો હતો. ત્યારબાદ તરૂણીએ સંબંધીતોની આપવીતી જણાવ્યા બાદ આજે બપોરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં જઈ ફરિયાદ આરોપી પીજીવીસીએલમાં પડધરી ખાતે નોકરી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.