મૃતકોને શ્રધ્ધાંજલિ તથા પરિવારજનોને સાંત્વના પાઠવતા મહાપાલિકાના પદાધિકારીઓ
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં શોટ સર્કિટના કારણે આગ લાગવાથી દુ:ખદ બનાવમાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે..મૃતકોને શ્રધ્ધાંજલિ તથા પરિવારજનોને મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકરએ સાંત્વના પાઠવી હતી. આ બનાવ ખરેખર દુ:ખદ છે તેમજ મશીનરીમાં શોટ સર્કિટના કારણે જે દુ:ખદ બનાવ બન્યો છે જે દાખલ થયેલ દર્દીઓના મૃત્યુ થયા છે પ્રભુ તેઓના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તથા સદગતના આત્માને મોક્ષગતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના. તેમજ જે દર્દીઓ આ બનાવમાં સારવાર લઇ રહ્યા છે તેઓ સત્વરે સાજા થઇ જાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી.
આ ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખાતે તુરંત મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, પોલિસ કમિશનર મનોજ અગ્રવાલએ ઘટના સ્થળની મુલાકાત લીધા હતી.
આ બનાવ અંગે માન. મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીએ આ ઘટના અંગેમેયર બિનાબેન આચાર્ય તથા મ્યુનીસીપલ કમિશનરને ફોન કરી માહિત મેળવેલ તેમજ આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી.