ગોવર્ધન ગૌ શાળા દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉ૫સ્થિતિમાં યોજાયેલા મનોરથમાં રાત્રે કાનુડો કામણગારો કાર્યક્રમ યોજાયો
શ્રીજી ખીરક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગૌવધન ગૌ શાળા ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનમાં સંસ્થાપક યુવા વૈષ્ણાવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં સુક્ષ્મ મનોરથ યોજાયો હતો. આ પ્રસંગે રાત્રી કાર્યક્રમમાં પ્રહર વોરા, નયના શર્મા, આનલ વસાવડા અને રાગ મહેતા પ્રસ્તુત કાનુડો કામણગારો કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારબાદ વ્રજરાજકુમારજી મહોદયના વચનામૃતનો ઉ૫સ્થિત લોકોએ લાભ લીધો હતો. સુક્ષ્મ મનોરથમાં ગૌ માતાનું રક્ષણ કરવા અને પરિવાર દીઠ આજીવન એક ગાયનું ભરણ પોષણ કરવાની હાંકલ કરવામાં આવી હતી. આ પ્રસંગે વ્રજરાજકુમારજી મહોદય જણાવાયું હતું કે. v.y.oદ્વારા ગોવર્ધન ગૌશાળાની 2D ગાયોની આજીવન સેવા કરવામાં આવશે અને વધુમાં રાજકોટની જનતા પણ આ મનોરથમાં જોડાય તેવી ઇચ્છા તેઓએ વ્યકત કરી હતી.