હમ તિરંગે કો લહેરાકર આયેં યા તિરંગે મે લીપટકર આયે … પર આયેંગે જરૂર
રાજકોટ જિલ્લા કલેકટર અને ગ્રામ્ય પોલીસ આયોજીત રકતદાન શિબિરનું લોહી સિવિલ હોસ્પિટલે અર્પણ કરાશે
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પુલવામાના શહીદોને શ્રધ્ધાંજલીના ભાગ રૂપે મહારકતદાન કેમ્પનું આયોજન રાજકોટ મવડી હેડ કવાટર ખાતે કરવામાં આવ્યું હતુ આ રકતદાન કેમ્પનું આયોજન બે દિવસ માટે થઈ રહ્યું છે. આયોજનના પ્રથમ દિવસે કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને એસ.પી. બલરામ મીણાના હસ્તે દિપ પ્રાગટય કરીને રકત શિબિરની શરૂઆત કરવામાં આવી હતી. અને મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને લોકોએ રકતદાનના મહાદાનનો લ્હાવો લીધો હતો.
શિબિરમાં એકઠુ થયેલ રકત જરૂરીયાત મંદ લોકો માટે સીવીલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે.આપણે જાણીએ છીએ કે પુલવામાં હુમલો થયો એમાં આપણા ૪૪ જેટલા જવાનો શહીદ થયા છે. અને આજે સમગ્ર દેશ આ જવાનોને જુદી જુદી રીતે શ્રધ્ધાંજલી અર્પણ કરી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બે દિવસ દરમ્યાન જેટલુ પણ બ્લડ એકઠુ થશે એ સિવિલ હોસ્પિટલને આપવામાં આવશે જેથી કરીને જરૂરીયાત મંદ લોકો સુધી દર્દી સુધી પહોચી શકે હું રાજકોટવાસી ઓને પણ અપીલ કરૂ છું કે મોટી સંખ્યામાં લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાય અને આપણા શહીદોને શ્રદ્ધાંજલી અર્પીત કરે બ્લડ ડોનેશન સીવાય પણ અત્યારે જુદી જુદી સંસ્થાઓ દ્વારા ફંડ એકત્રીત કરવામાં આવી રહ્યો છે. જે ફંડ શહીદોના પરિવાર સુધી પહોચે એની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ.
આજ રોજ મવડી પોલીસ હેડ કવાટર રાજકોટ ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પુલવામાં હુમલામાં સીઆરપીએફના ૪૪ જેટલા જવાનો શહીદ થયા છે. એની શ્રધ્ધાંજલી સ્વ‚પે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે. આ કેમ્પ આજ અને કાલ એમ બે દિવસ ચાલુ રહેશે. સીવીલ હોસ્પિટલના મારફતે અહીયા પબ્લીક પોલીસ અને વહીવટી તંત્રના કર્મચારીઓ બ્લડ આપી શ્રધ્ધાંજલી આપવા માગે છે. એમનું સ્વાગત છે.
દેશનાદરેક રીતે લોકો જવાનોને શ્રધ્ધાંજલી આપી રહ્યા છે. ત્યારે અમે પણ બ્લડ ડોનેશન કેમ્પ મારફતે શ્રધ્ધાંજલી આપી રહ્યા છીએ આ કેમ્પમાં મોટાભાગના રાજકોટ ગ્રામ્ય પોલીસ કર્મચારીઓને અપીલ કરી છે. કે તેઓ વધુમાં વધુ બ્લડ ડોનેશન કરે.