મુસ્લીમ આગેવાનોએ ‘અબતક’ને આપી વિગતો
કરબલાના શહિદોની યાદમાં પવિત્ર મહોર્રમ માસની ઉજવણી મુસ્લીમ સમાજ દ્વારા થઈ રહી છે. મહોર્રમની ઉજવણી અંતિમ ચરણમાં પહોંચી છે. આજે તાજીયા પડમાં આવ્યા છે. આવતીકાલે આશુરાનો દિવસ મનાવાશે.
આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા રફીકબાપુ રજાકમિયા બુખારીએ જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગ્યા સુધી માતમ મનાવવામાં આવશે. હિન્દુ-મુસ્લીમ સમાજ એક થઈને મહોર્રમનો તહેવાર મનાવશે.
આ તકે અલ્તાફમીયા ઉમરમીયા બુખારી, યાસીનમીયા હનીફમીયા બુખારી, સિરાજ અલ્તાફભાઈ બુખારી, સોહીલ અલ્તાફભાઈ બુખારી, કૈસીક ચૌહાણ અને મહેબુબ ઉમરમીયા બુખારી પણ હાજર રહ્યાં હતા.