ગેસના ભાવમાં સતત વધારાથી મહિને 63,60,000નો વધારાનો બોજો: 35 થી 40 હજાર મજુરોની રોજીરોટીને અસર
થાનગઢ પાંચાળ સિરામિક એસોસિયેશનના 300થી વધુ કારખાનામાં 35થી 40 હજાર મજૂરો છે. વધતા ગેસના ભાવ અને પ્રોડક્શન ખર્ચથી હાલ ઉદ્યોગને અસર થઇ રહી છે. 2005માં જે ગેસનો ભાવ 13 હતો તે 2022માં 106 થતા સિરામિક ઉદ્યોગના દર માસના 2,40,000 ક્યુબીક ગેસ વપરાસ સામે ઉદ્યોગકારોને 63,60,000નો વધારાનો બોજો સહન કરવો પડી રહ્યો છે. ગેસના ભાવ ઘટાડવા અનેક રજૂઆતો છતાં કોઇ નિરાકરણ ન આવતા થાનગઢ સિરામિક એસોસિયેશનન દ્વારા આજે જનરલ મિટિંગનું આયોજન કરાયું હતું.
જેમાં ચોમાસાને કારણે માટી સાથે જોડાએલ ઉદ્યોગમાં વચ્ચે – વચ્ચે કામ ઊભુ રાખવું પડે છે. બીજુ આગામી માસમાં જન્માષ્ટમીના તહેવારો અને તરણેતરનો મેળો હોવાથી કામદારો ફેક્ટરીએ અનિયમિત હોય છે. આ કારણોને લીધે થાન ઉદ્યોગમાં 15 ઓગસ્ટથી 15 સપ્ટેબર સુધી 1 મહિના માટે વેકેશન જાહેર કરાયું છે.
આ મિટિંગમાં ગુજરાત ગેસના જય ચૌહાણ અને પીજીવીસીએલના સતાણીભાઇ આમંત્રણ આપી સિરામિક એસોસિયેશને બન્ને વિભાગને આવનારા સમયમાં સિરામિક ઉદ્યોગ બંધ રહેવાનો છે તેની જાણ કરી તેઓએ જે બાકી મેન્ટેનેશ હોય તે કરવા માટે આ સમયનો સદુપયોગ કરવા જણાવ્યું હતું. આ જાહેરાતને કીર્તિભાઇ મારૂ, સુનિલ સોમપુરા, શાંતિલાલ પટેલ, કિરીટ મેજડિયા, મુકેશ મકવાણા, દિનુભાઇ ભગત વગેરેએ વધાવી હતી. આ આખા આયોજનને સફળ બનાવવા આ મિટિંગમાં ગુજરાત ગેસના જય ચૌહાણ અને પીજીવીસીએલના સતાણીભાઇ આમંત્રણ આપી સિરામિક એસોસિયેશને બન્ને વિભાગને આવનારા સમયમાં સિરામિક ઉદ્યોગ બંધ રહેવાનો છે તેની જાણ કરી તેઓએ જે બાકી મેન્ટેનેશ હોય તે કરવા માટે આ સમયનો સદુપયોગ કરવા જણાવ્યું હતું. આ જાહેરાતને કીર્તિભાઇ મારૂ, સુનિલ સોમપુરા, શાંતિલાલ પટેલ, કિરીટ મેજડિયા, મુકેશ મકવાણા, દિનુભાઇ ભગત વગેરેએ વધાવી હતી. આ આખા આયોજનને સફળ બનાવવા માટે અમિત પ્રજાપતિ, પ્રવીણ સાધુ,મયુરભાઇ સોમપુરા, અખિલ શાહ, કાળુભાઇ પટેલ, મહેશ મકવાણા વગેરેએ સમર્થન આપ્યું હતું.