હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. પીચકારીની ધાર અને ગુલાલના વરસાદથી સ્નેહીજનો એક બીજાને વિવિધ રંગોમાં તરબોળ કરે તેવા આ હોળીના તહેવારને ખાસ બનાવવા લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પર્વ પર લોકો એકબીજાને રંગ લગાવીને દરેક ભેદને મિટાવી નાખે છે. ધૂળેટીના તહેવાર માટે નાના બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે. ધુળેટીના અઠવાડીયા પહેલા પિચકારીની ખરીદી કરીને ધૂળેટીની મેહની જેમ રાહ જોતા હોય છે.
આ ઉપરાંત રાજકોટમાં અનેક સ્થળોએ હોળી ધૂળેટી પર્વ પાર્ટી પ્લોટમાં ઓર્ગેનાઈઝ થતું હોય છે. જેમાં લોકો ગુલાબની પાખડીઓ કેશુડાના ફૂલ અને અબીલ ગુલાલ જેવા હર્બલ રંગોના ઉપયોગ કરીને આ પર્વની કેમીકલ રહીત ઉજવણી કરવા થનગની રહ્યા છે.