૬૪હજારથી વધુ સ્પર્ધકો દોડશે: મુખ્યમંત્રીના હસ્તે મેરેથોનનો પ્રારંભ
ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે, મેરેથોન એ લાંબા અંતરની દોડ સ્પર્ધા છે જેનું સતાવાર અંતર ૪૨.૧૯૫ કિ.મી.નું હોય છે. આમાં સામાન્ય રીતે રોડ સ્પર્ધા તરીકે દોડવામાં આવે છે. મેરેથોનના યુદ્ધ મેદાનથી એથેન્સ સુધી સંદેશો લઈને આવનાર દંતકથા સમાન ગ્રીક સૈનિક ફિડિપ્પિડિસના સ્મરણાર્થે આ દોડની શ‚આત કરવામાં આવી હતી. દર વર્ષે વિશ્ર્વભરમાં ૫૦૦થી વધારે મેરેથોનનું આયોજન કરવામાં આવે છે.
રાજકોટ મનપા દ્વારા રાજકોટ ખાતે ગત વર્ષના સફળ આયોજન બાદ તા.૧૮ને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફુલ મેરેથોનનું રેસકોર્સ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કરવામાં આવશે. આ મેરેથોન દોડ ૪૨ કિમીના ‚ટ પર યોજાશે. જેમાં આશરે ૬૪ હજારથી વધુ દોડવીરો ભાગ લેશે. ૪૨ કીમીની કુલ મેરેથોનમાં ૧૫૫, ૨૧ કીમી હાફ મેરેથોનમાં ૨૨૨૪ અને ૧૦ કિમી દોડમાં ૪૩૬૧ લોકોએ તથા ૫ કિમી ફનરનમાં સૌથી વધુ ૫૬ હજાર વ્યકિતઓના રજીસ્ટ્રેશન થયા છે. આ મેરેથોનમાં ૧૪૫૦ જેટલા દિવ્યાંગો પણ જુસ્સાભેર જોડાયા છે. આ મેરેથોનમાં દોડવીરોનો જુસ્સો વધારવા માટે સ્કૂલના બાળકો તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી મેરેથોન ‚ટ પર ૯૧ જેટલા ચિયરીંગ પોઈન્ટ ઉભા કરવામાં આવનાર છે. રંગીલા રાજકોટના શહેરીજનોનો ઉત્સાહપૂર્વક આ મેરેથોનમાં જોડાય અને આ મેરેથોનને યાદગાર, અદભુત અને અકલ્પનીય બનાવે તેવી જાહેર અપીલ ધનસુખ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે કરી છે.