લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ગૂરૂ ભગવંત ભાવચંદ્રજી સ્વામીના આજીવન ચરણોપાસક વરિષ્ઠ ગૂરૂદેવ ભાસ્કરજી સ્વામીના શ્રીમુખેથી ૪૧મું મહામાંગલીક અને પ્રિ-ગોલ્ડન સંયમોત્સવનું ૯મું મહામાંગલીક કચ્છ-મનફરા ખાતે ભવ્યતાથી ઉજવાઈ ગયું.

રિધ્ધિ સિધ્ધિ રજત કળશનો લાભ કચ્છ સમાઘોઘા નિવાસી હાલ મુંબઈ રહેતા નેહલભાઈ ટોકરશી છેડા પરિવારે ચડતા ભાવે બોલી દ્વારા લીધો હતો.

આ પ્રસંગે રામકૃષ્ણમિશન લીંબડીના આદિભવાનંદજીએ શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. સેવા પરોપકાર જીવદયાને વરેલા વરિષ્ઠ ગૂરૂદેવના ૫૦માં સંયમ વર્ષને અનુલક્ષીને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે વિધાર્થીઓને રાહત ભાવે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતુ જેમાં અજરામર સંપ્રદાયનો મહત્વનો ફાળો હતો.

કચ્છ-કાઠીયાવાડ, ઝાલાવાડ, મુંબઈ, અમદાવાદના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.