પોસ્ટ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ તરીકેની ઓળખ આપી જુદા-જુદા લોકો પાસેથી રૂ.૧૪.૮૦ લાખ ચાઉં કરી બે શખ્સો છુમંતર
જૂનાગઢમાં પોસ્ટ ઓફિસમાં નોકરી અપાવવી દેવાની લાલચ આપી. બે શખ્સોએ ખોટી રીતે પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી જુદા-જુદા લોકો પાસેથી કુલ રૂ.૧૪.૮૦ લાખની છેતરપિંડી આચરી છુમંતર થઈ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં ટાઉન હોલ પાસે મોઢ વણિક વિદ્યાર્થી ભવન પાસે રહેતા શ્યામ પરેશભાઈ ત્રિવેદીએ પોલીસ મથકમાં છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ જૂનાગઢ ઝાંઝરડા રોડ પર રહેતો દિપક ઉર્ફે દિલીપ મૂંગટરાય ભટ્ટ નામનો શખ્સે પોતે ઇન્ડિયન પોસ્ટ વિભાગના એજન્ટ હોવાની અને અમદાવાદનો અબ્દુલ કાદિર શેખ નામનો શખ્સ પોસ્ટ ઓફિસના સાહેબ હોવાનું કહી ફરિયાદી અને સાહેદના પુત્રને તથા અન્ય સંબંધીઓને પોસ્ટમાં નોકરી અપાવવી દેવાની લાલચ આપી હતી.
જેથી બને આરોપીઓએ ફરિયાદી અને તેના પિતા પાસેથી રૂ.૫,૦૦,૦૦૦ અને દિલીપભાઈ તથા તેમના સંબંધીઓને પોસ્ટમાં નોકરીની લાલચ આપી વધુ રૂ.૯,૮૦,૦૦૦ મળી કુલ રૂ.૧૪,૮૦,૦૦૦નો ચુનો ચોપડી બંને ગઠિયાઓ છુમંતર થઈ જતા પોલીસે તેઓની શોધખોળ હાથધરી છે.