Table of Contents

નિકાસને વેગ આપવા માટે એકસપોર્ટ પ્રમોશન સ્ક્રીમની અમલવારી સરકારે કરવી જોઈએ: નિલેશ પટેલ

ADVANCE TECHNO FORG 2

અબતક સાથે વાત કરતા એડવાન્સ ટેકનોફોજ પ્રા.લી.ના નિલેશભાઈ પટેલએ જણાવ્યું હતુ તેમની કંપની યુરોપ અને અમેરિકામાં ઓટોપાર્ટસનું એકસપોર્ટ કરે છે. પરંતુ લોકડાઉન થતા જ પરપ્રાંતીય મજૂરો તેમના વતન પરત ચાલ્યા ગયા છે.તેનાથી ઉદ્યોગોને ઘણી ખરાબ અસર પહોચી છે. ૩૦ માણસો સાથે જે ઉદ્યોગ લોકડાઉન પહેલા ધમધમતો હતો તે માત્ર હવે એક સીફટમાં ૪૦ માણસો સાથે કામ કરવામાં આવે છે. જેથી ઉત્પાદનમાં ઘણાખરા પ્રશ્ર્નો ઉદભવ્યા છે. લોકડાઉન પહેલા કંપની ૪૦૦ ટનનું માસિક ઉત્પાદન કરતી હતી જે માત્રવે ૩૦ થી ૪૦% જેટલુ ઉત્પાદન કરવામાં આવે છે. એકસપોર્ટ યુનિટ હોવાના કારણે સરકારે ખરા અર્થમાં એકસપોર્ટ પ્રમોશન સ્ક્રીમ નકકી કરી આપવી જોઈએ જેથક્ષ નિકાસ થતા ઉદ્યોગોને વેગ મળે.

ADVANCE TECHNO FORG 1

આ તકે તેઓએ આશા સેવતા જણાવ્યું હતુ કે સરકાર જો વ્યાજ માફી આપે તો ઉદ્યોગોને ઘણી બધી રાહત મળશે. એકસપોર્ટ ઈન્સેટીવનો રેટ પણ સરકારે વધારવો જોઈએ નિકાસ ઉદ્યોગ હોવાથી મૂખ્યત્વે કારીગરી પરપ્રાંતીય હોય છે. પરંતુ આ સ્થિતિમાં તેઓ કામ પર પરત આવતા ન હોવાનું કોરોનાના કહેર માનવામાં આવે છે. જો સરકાર આ મુદે પણ થોડુ ધ્યાન કરે તો ધંધા રોજગારોને ધણી રાહત મળશે. પૂરતો સ્ટોક હોવા છતા જે રો-મટીરીયલ મળવું જોઈએ તે બીજા રાજયોમાંથી આવતું હોય છે. પરંતુ આંતરરાજય પરિવહન બંધ થથા જરૂરીયાતનું રો મટીરીયલ મળતું નથી લોકડાઉન થતા નિકાસ ઉદ્યોગો માટે એરકેઈટ અત્યંત જોખમી બની કે છે. કારણ કે ડીલીવરી યોગ્ય સમય થતા એકએક મહિનો પાછળ ડીલીવરી પાછળ ઠેલવાય છે. જેને કારણે નિકાસ ઉદ્યોગને ઘટતી તકલીફ પડી રહી છે. આ તકે વિદેશમાં જે કંપનઓને માલ પહોચાડવાનો હોય તે હવે એરસીપમેન્ટ કરવા જણાવે છે. જે ઉદ્યોગકારો માટે કઠીન છે.

બેંક વ્યાજ આગામી ત્રણ મહિના સુધી માફ આપવા સરકારે વિચારવું જોઈએ: લલીત બારસીયા

SD FOOD 1

અબતક સાથેની વાતચીત દરમિયાન એસ.ડી. ફૂડના લલીત બારસીયા જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા તેમની કંપનીનું ઉત્પાદન જે હતુ તેનાથી હવે અડધોઅડધ ઘટી ગયું છે. સાથોસાથ રો-મટીરીયલને લઈ ઘણો ખરો સામનો કરવો પડયો છે. આ તકે જો સરકાર ઉદ્યોગકારોને ત્રણ માસ માટેની વ્યાજમાફી આપે તો તેઓને ઘણીખરી રીતે બુસ્ટર ડોઝ મળી રહેશે. હાલ લોકડાઉન થતા પરિવહન પણ બંધ થઈ ગયું છે.

SD FOOD 2

જેથક્ષ જે સ્ટોક રાખવામાં આવેલો છે તે પણ સડી રહ્યો છે. જો આગામી સમયમાં યોગ્ય રીતે પરિવહન ચાલુ કરવામાં નહી આવે તો એફ.એમ.સી.જી. ક્ષેત્રને ધણી તકલીફ પડશે તેવી જ રીતે પરપ્રાંતીય કારીગરોનો પણ પ્રશ્ર્ન અનેક વિધ રીતે ઉદ્યોગોને સતાવી રહ્યો છે.

પહેલાની જેમ ધંધા રોજગારો ધમધમતા થાય તેવી આશા ઓછી લાગે: કરણ પટેલ

vlcsnap 2020 04 25 17h22m50s97

અબતક સાથેની વાતચિત દરમિયાન ડી.એમ.મેટલ કાસ્ટના કરણ પટેલએ જણાવ્યું હતુ કે લોકડાઉન બાદ કંપની સાથે જોડાયેલા ગ્રાહકોના કોઈની ફીડબેક મળતી નથી કે તેમની કોઈ ધંધાને લઈ બાંહેધરી મળતી નથી વધુમાં જણાવ્યું હતુ કે લોકડાઉન બાદ ધંધો રોજગાર સુચારૂ રૂપથી શરૂ થાય તેવી આશા ઓછી દેખાય રહી છે. કારણ કે રો-મટીરીયલની આવક જાવક બંધ અને પરીવહન પણ બંધ હોવાથી ઉદ્યોગોને માઠી અસર પહોચી છે જયારે બીજી તરફ જો ઉદ્યોગો શરૂ પણ થાય તો તરલતાને લઈ ઘણા ખરા પ્રશ્ર્નો ઉદભવીત થશે તે પડકારરૂપ હશે. સરકારે લોકોને એટલે કે કારીગરોને મીનીમમ વેઈજ આપવાનું નકકી કરવું જોઈએ નિકાસ સાથે સંકળાયેલા ઉદ્યોગોને હાલ મેન પાવરનો પ્રશ્ર્ન સૌથી વધુ સતાવી રહ્યો છે.

vlcsnap 2020 04 27 10h08m33s239

પરપ્રાંતીય મજૂરો કોરોનાના ડરથી તેમના વતન પરત થયા છે. ત્યારે તેઓને ફરી બોલાવવાને અત્યંત પડકારરૂપ છે સાથોસાથ ઉત્પાદનના પણ ઘણો ખરો ઘટાડો જોવા મળશે જે પેન્ડીંગ ઓડર પહેલા છે તેને નિકાલ કરવો મુશ્કેલ બની રહેશે. હાલ જે સ્ટોક ઉપલબ્ધ છે.તે જૂજ દિવસમાં પૂર્ણ થવાની ઉદ્યોગોને સતાવશે.

પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જશે તો ઉદ્યોગોમાં લેબર પ્રશ્ર્નો ઉદભવશે: આશિષભાઈ વસોયા

MEERA CASTING 1

મીરા કાસ્ટીંગનાં પાર્ટનર આશિભાઈ વસોયાએ અબતક સાથે મુલાકાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા અમારા કાસ્ટીંગ ઈન્ડસ્ટ્રીઝની સ્થિતિ ખૂબજ સારી હતી ઓર્ડર ખૂબ સારા પ્રમાણમાં મળતા હતા. રોજ પ્રોડકશન વધારવા માટેના પ્રયાસો કરાતા હતા. અચાનક લોકડાઉન આવવાથી કાસ્ટીંગ ઈન્ડસ્ટ્રીઝના માલીકોને પ્રોડકશન ચાલુ રાખવાનો મુખ્ય પ્રશ્ર્ન ઉદભવીત થયો છે કારણ કે પ્રોડકશન ચાલુ રાખવા માટે જોતા રીસોર્સીસ હાલ પૂરતા પ્રમાણમાં મળતા નથી. અમારો તમામ સ્ટાફ અહી ફેકટરીમાં જ રહેતો હોવાથી વધારે કારીગરોનો પ્રશ્ર્ન ઉભો થયો હાલ રો-મટીરીયલનો પ્રશ્ર્ન મુખ્યત્વે રો-મટીરીયલનો સ્ટોક પાંચથી સાત દિવસ ચાલે તેટલો છે.

MEERA CASTING 2

ઉપરાંત દરેક ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટો આર્થિક તકલીફ પ્રશ્ર્ન છે. ત્યારે સરકાર તરફથી દરેક ઉદ્યોગોને આર્થિક રીતે છૂટછાટ મળવી જોઈએ ટેકસ બેનીફીટસ, ઈન્ટરેસ્ટમાં ફેરફાર, આપશે તો ઉદ્યોગોને મોટો ફાયદો થશે. ઈન્ડસ્ટ્રીઝમાં રહેતા પરપ્રાંતીય મજૂરો પબ્લીક ટ્રાન્સપોર્ટેશન શરૂ થવાની રાહ જોવે છે. ટ્રાન્સપોર્ટ શરૂ થશે ત્યારે મજૂરો પોતાના વતન જતા રહેશે જેનાથી ઈન્ડસ્ટ્રીઝમાં લેબરોનો પ્રશ્ર્ન ઉદભવશે.

રો-મટીરીયલની અછત ધંધા રોજગારીને માટે નવા પ્રશ્નો ઉદભવિત કરશે: જયેશ પટેલ

JAYESH PATEL 1

સુપર એલ્ટીકાસ્ટના જયેશભાઈ પટેલએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે લોકડાઉન પહેલા સરેરાશ ૧૨ થી ૧૪ કલાક કામ થતું હવે લોકડાઉનમાં છૂટ મળતા ૪૦ થી ૫૦% જેટલુ જ કામ થાય છે.તેમાં પણ ઉદ્યોગ પાસે કાચુ રોમટીરીયલ છે ત્યાં સુધી જ ત્યારબાદ ફરી ઉદ્યોગોની હાલત કફોડી બનશે. રો-મટીરીયલ અમદાવાદ, ભાવનગર તરફથી આવતા ટ્રાન્સપોટેશન ન હોવાથી કાચુ મટીરીયલ મળી શકતુ નથી ઉદ્યોગોને ધમધમતું કરવા જે સાઈકલો હોવી જોઈએ તે તમામ પરિબળોને પહેલા ચાલુ કરવા પડશે. તેઓએ વધુમાં જણાવ્યું કે ઉદ્યોગો શરૂ થયાનાં એક મહિના પછી જ સાચી રીતે ચાલુ થશે.

JAYESH PATEL 2

તેઓએ સરકાર તરફથી મળતા રાહત પેકેજોમાં આશા વ્યકત કરી છે કે ચાર પાંચ મહિના સુધી પીજીવીસીએલ ફીકસ ચાર્જ કે ડયુટીન લે તો તેનો ફાયદો મળી શકે છે. બેંકના વ્યાજ દરમાં પણ ઘટાડો થાય કારણ કે ટન ઓવર માટે લોકો કેશક્રેડીટનો ઉપયોગ સૌથી વધુ કરે છે જેથી તે વ્યાજદરમાં ૪ થી ૫ મહિના સુધી ઘટાડો કરે તોપણ ઉદ્યોગોને રાહત મળશે. ધંધા રોજગારને ફરી ધમધમતું કરવા વચગાળા માટે સરકારે તરળતા ઉદ્યોગોકારોનું આપવી જોઈએ જેથી ઉદ્યોગકારો તેમનો ઉદ્યોગ સારી રીતે ચલાવી શકે.

સરકાર લોનના વ્યાજ ઘટાડે, સબસીડીની સ્કીમો આપે તેવી આશા: રાકેશભાઈ ગોંડલીયા

INVENTIV CASTING 1

ઈન્વેન્ટીન એલોકાસ્ટ પ્રા.લી.ના માલીક રાકેશભાઈ ગોંડલીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે કાસ્ટીંગ ઉદ્યોગમાં ઉનાળાનો સમયતે સીઝન કહેવાય છે. આ સમયમાં સૌથી વધુ પ્રોડકશન કરવામાં આવતું હોય છે. અમારી ઝીનમાં જ લોકડાઉન આવવાથી અમારા ઉદ્યોગોને મોટ હાલાકી ભોગવવી પડી રહી છે. લોકડાઉન ખૂલ્યા બાદ પરપ્રાંતીય કારીગરો ઘણ જવા માટેની ઉતાવળ કરશે પ્રોડકશન વધારવાનું હશે પરંતુ અમારી પાસે મેન પાવર નહી હોય અમારૂ પ્રોડકશન બહારના રાજયોમાં પણ મોકલવામાં આવે છે.

INVENTIV CASTING 2

પરંતુ લોકડાઉનના કારણે આંતરરાજય ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી હાલ અમે મીનીમમ પ્રોડકટ કરી શકીએ છીએ સાથે સાથે રો-મટીરીયલ પણ મળવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં ઉદ્યોગોને ફરી ધમધમતા કરવા માટે સરકાર પાસે લોનના વ્યાજ ઘટાડવામાં આવે સબસીડીની સ્ક્રીમો આવે તેવી આશા રાખીએ છીએ હાલમાં બે સીફટમાં કામ ચલાવીએ છીએ જેથી મજૂરોને આર્થિક રૂપે મદદ કરી શકીએ લોકડાઉન બાદ ઉદ્યોગોનો શરૂ થશે પરંતુ પૈસાની તરલતા આવતા ખૂબ વધુ સમય લાગશે.

સરકાર ઉદ્યોગો પરનું બેંકનું ભારણ ઘટાડે તેવી આશા: સુરેશભાઈ પટેલ

VARUN CASTING 2

અબતક સાથેની વાતચીત દરમિયાન વરૂણ કાસ્ટીંગના સુરેશભાઈ પટેલએ જણાવ્યું હતુ કે છેલ્લા દસ વર્ષથી પડવલામાં અમે ધંધો કરી રહ્યા છીએ હાલ લોકડાઉન છે ત્યારે ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી છે. અમારા કારીગરો બહારના જ હોવાથી તેમના માટે રહેવા જમવાની બધી જ વ્યવસ્થા કરી છે. છેલ્લા સાત આઠ દિવસથી કલેકટરની પરવાનગી ધંધો શરૂ કર્યો છે. હાલમાં અમારી પાસે જેટલુ રો-મટીરીયલ હતુ જે અંદાજે આઠ દસ દિવસ ચાલે તેટલું છે. એટલે હવે સરકારે બહારના રાજયમાંથી માલ રો-મટીરીયલ મળી રહે તેની પરવાનગી આપવી પડશે જેથી અમે કામ કરી શકીએ અને કર્મચારીઓની વ્યવસ્થા સચવાઈ અમારે ત્યાં હાલમાં દોઢસોથી વધુ કર્મચારીઓ કામ કરે છે. અને તેમના માટે ફેકટરીમાં જ રહેવા જમવાની વ્યવસ્થા કરી છે હાલનાં માર્કેટની પરિસ્થિતિની વાત કરૂ તો આંતરરાજય હેરફેરની છૂટ નથી ટ્રાન્સપોર્ટેશન બંધ છે. પરંતુ જેટલો સ્ટોક કરીએ છીએ. તે અમારા માણસો સચવાઈ રહે તે માટે કરીએ છીએ.

VARUN CASTING 1

અમારા ઉદ્યોગમાં ખાસ તો બહારના માણસોને આવવા માટેની પરવાનગી નથી મળતી તેથી પરો સ્ટાફ ઉપલબ્ધ નથી. જો ટ્રાન્સપોર્ટેશન શરૂ થાય તો બહારની કંપનીમાં માલ જાય તો લોકડાઉન પહેલા જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ ધીમેધીમે શરૂ થાય અમને એવું લાગી રહ્યું છે કે જો લોકડાઉન ખૂલશે તો પરપ્રાંતીય મજૂરો બસ ટ્રેન શરૂ થશે તો ચાલ્યા જશે. પરંતુ જેટલી રહેશે તેના દ્વારા અમે અમારી ફેકટરી ચલાવીશું અમારૂ મટીરીયલ બહુ બહારનાં રાજયમાંથી આવતું હોય તેથી મટીરીયલના અભાવે ટ્રાન્સપોર્ટેશન શરૂ થશય તો અમારી ફેકટરી ચાલુ રહેશે બાકી બંધ કરવું પડશે અમે એગ્રીકલ્ચર જનરેટરને લગતી પ્રોડકટ બનાવીએ તો તે બધીઓ એમ સપ્લાયર છે. અમરા ઓએમ સ્પલાયર એકસ્પોર્ટ કરે અમે હાલતો બનાવી સ્ટોક કરીએ છીએ. અમારા પર પણ બેંકનું ભારણ વધી રહ્યું છે.

પ્લાયવુડ ઉદ્યોગને ધમધમતા છ મહિના જેટલો સમય લાગશે: વિશાલભાઈ

vlcsnap 2020 04 27 08h37m19s32

અબતક સાથેની મુલાકાતમાં હરી ઓમ પ્લાયવુડના માલિક વિશાલભાઈ એ જણાવ્યું હતુ કે લોકડાઉન પેલા અમારી ઈન્ડસ્ટ્રીઝ સારી રીતે ચાલતી હતી હાલમાં અમારો ઉદ્યોગ સાવ બંધ છે. ફકત પ્રોડકશન કરી સ્ટોક એકત્ર કરવામાં આવી રહ્યો છે. અમારે ત્યાં રહેવા પરપ્રાંતીય કર્મચારીઓ નવરાબેઠા કંટાળી વતન પરત ફરવાની તૈયારીમાં હતા તેના કારણે હાલ અમરે પ્રોડકશન શરૂ કરવું પડયું છે. ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી અમદાવાદ તરફથી રો-મટીરીયલ તથા મશીનરીનાં પાર્ટસ મંગાવવી શકતા નથી.

vlcsnap 2020 04 27 08h37m25s93

નાના ઉદ્યોગોને ફરી ઉભા કરવા માટે સરકાર સબસીડી આપશે તો તે ઉદ્યોગો સરળતાથી ઉભા થઈ શકશે. બેંકો દ્વારા લોનના હપ્તા પાછા ધકેલવામાં આવ્યા છે. તે સાવ નકામા છે. કારણ કે તેનું વ્યાજ તો ભરવાનું જ રહ્યું અને અમુક સમયબાદ તે હપ્તા ભરવાના તો હોઈ જ. તમામ પ્લાયવુડના ઉદ્યોગોને બેઠો થવા માટે છ મહિના જેટલો સમય લાગશે.

રો-મટીરીયલ અને મજૂરોના અભાવે ઈચ્છા હોવા છતા પણ એકમ બંધ રાખવા પડે તેવી સ્થિતિ: અશોકભાઈ પટેલ

ROTEK SUBMERSIBAL PUMP 2

અબતક સાથેની વાતચીત દરમિયાન રોટેક સબ મર્સીબલ પંપ પ્રાઈવેટ લીમીટેડના અશોકભાઈ પટેલએ જણાવ્યું હતુ કે લોકડાઉન છે ત્યારે સરકાર દ્વારા ઉદ્યોગો માટેની છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ સૌથી મોટો અમારા ઉદ્યોગમાં પ્રશ્ર્ન છે તે મજૂરોનો છે બહારનાં મજૂરો કામ કરતા હોવાથી હાલમાં તે કોઈ ઉપલબ્ધ નથી હું અમારા ધંધાની વાત ક્રૂ તો અમારો ધંધો ખેડુત લક્ષી છે અને અમારો માલ આઉટ સ્ટેટમાં સપ્લાય થાય છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી માલ રાજયની બહાર મોકલી શકાતો નથી તેથી ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ર્ન પણ ઉદભવી રહ્યો છે. અમારી કંપનીમાં ૭૦ થી વધુ કર્મચારીઓ કામગીરી કરે જેમાં ૫૦%થી વધુ પરપ્રાંતીય છે હાલમાં રો-મટીરીયલ તો પૂરતું ઉપલબ્ધ છે.

ROTEK SUBMERSIBAL PUMP 1

પરંતુ માણસો પૂરતા ન હોય ચાર પાંચ માણસોથી અમારી ફેકટરી ચાલે નહી તેથી કર્મચારીના અભાવે અમે ફેકટરી શરૂ કરી નથી અમને એવું લાગે છે કે અમારો ઉદ્યોગ ખેતી ઉદ્યોગ છે. તેથી ખેડુતની ઉપજ સારી આવે તો અમારૂ ચાલે નહીતર લોકડાઉન બાદ સ્થિતિ ખરાબ થઈ જશે તેવું લાગી રહ્યું છે. અમરા પ્રશ્ર્નોની વાત કરૂ તો બેંકના હિસ્તા, બેંક લોન, કર્મચારીના પગાર સહિત દસથી પંદર લાખ રૂપીયાનું નુકશાન તો થઈ રહ્યું છે. અમે તેલગંણા, ઉતરપ્રદેશ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના રાજયોમાં માલ સપ્લાય કરીએ પરંતુ ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાના કારણે થઈ શકતું નથી. હું અમારા ફેકટરીમાં જ રહેતા લોકોંમાંની તમામ સગવડો પૂરી પાડીએ છીએ જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે. અમારા સબમર્શીબલ પંપ બસો પ્રકારનાં પાર્ટસ ભેગા થાય ત્યારે પંપ બને તેથી અમને પચાસ જેટલી ઈન્ડસ્ટ્રીઝની જરૂર પડે. માલ હોય તે એટલો તો ન હોય કે વધુ સમય ચાલી શકે.

નાણાંકીય પરિસ્થિતિ આવનારા સમયમાં ઉદ્યોગો માટે ચિંતાનો વિષય: શૈલેષભાઈ જીવાણી

POLICAN PUMP 1

અબતક સાથેની વાતચીત દરમિયાન પેલીકન ઓટો મોબાઈલના માલીક શૈલેષભાઈ જીવાણીએ જણાવ્યું હતુ કે અમે ઓટો મોબાઈલ સ્પેર્સ અને કસ્ટમાઈઝડ પ્રોડકટનું મેન્યુફેકચરીંગ કરીએ હાલમાં લોકડાઉનમાં ઉદ્યોગોને છૂટછાટ મળી છે. ત્યારે અમે મંજૂરી મેળવી ૧૫ જેટલા કારીગરોથી કામ શરૂ કર્યું છે. અમને સૌથીમોટો પ્રશ્ર્ન એ છે કે અમારા યુનિટમાં જેટલુ રો-મટીરીયલ ઉપલબ્ધ છે તેટલું કામ કરી શકીએ છીએ જો રો-મટીરીયલ પૂરૂ થશે.

POLICAN PUMP 2

મીલો બંધ છે તો ત્યાંથી સ્ટીલે નહી આવી શકે તે પણ પ્રશ્ર્ન છે. અમારો હાલમાં જેટલા કારીગો છે તે ફેકટરીમાં જ રહે છે તેમની રહેવા જમવાની બધી જ વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. લોકડાઉન બાદ મને એવું લાગે છે કે કદાચ મંદીના એંધાણ આવે. અમે જે કંપનીઓ સાથે કામ કરીએ તેઓએ અમને એસ્ચોરીટી આપી છે કે મંજૂરી લઈને ઉદ્યોગ શરૂ થતો હોય તો કરો અમારા જૂના ઓર્ડર પૂરા કરો નવા ઓર્ડર પેન્ડીંગ છે તે આપીશું મટીરીયલની પણ મદદ કરીશું અમારા ગ્રાહકો એકસ્પોટરો છે તેમના પેન્ડીંગ ઓર્ડર માટે તેમને અમને લેટર મોકલ્યા તે કલેકટરને બતાવી કલેકટ તમને છૂટછાટ આપશે.

પરંતુ સરકારે ઉદ્યોગોને છૂટછાટ આપી તેથી અમે કામ શરૂ કર્યું છે. હાલમાં ફાયનાન્સીયલ સ્થિતિ ખૂબજ અધરી છે જે કંપનીઓ સાથે કામ કરીએ છીએ તે ધીમેધીમે પેઈમેન્ટ કરે છે. પરંતુ બંધના કારણે ફેકટરી પર જે લોર્ડ છે. જેમકે સેલ્રી, વીજળીબીલ, બેંકના હપ્તા સીસીના હપ્તા વગેરે તો લાગશે સાથોસાથ જીએસટીના જે નિયમો છે તે ભવિષ્યમાં શું આવશે અને અધરા પણ આવશે તેવું લાગે છે તે ઈન્ડસ્ટ્રીઝ માટે પડકાર રૂપ હશે.

નિકાસ ઉદ્યોગ માટે રો-મટીરીયલ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ: ગજેન્દ્રસિંહ જાડેજા

J.D. METAL 2

અબતક સાથેની વાતચીત દરમિયાન જે.ડી. મેટલના ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે હાલ લોકડાઉન છે ત્યારે ઉદ્યોગોને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. પરંતુ મારે એકસ્પોર્ટનો બિઝનેસ છે. હાલમાં ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી માલની હેરફેર થઈ શકતી નથી. આંતર રાજય આવક જાવક બંધ હોવાથી અમારી ફેકટરી શરૂ કરવાનો કોઈ મતલબ નથી મારી ફેકટરીમાં છપ્પન જેટલા કર્મચારીઓ કામ કરે છે. હાલમાં સરકારની ગાઈડલાઈન મુજબની વસ્તુઓ જેમકે માસ્ક ગન પાસ માટેની સમસ્યા સર્જાય છે.

J.D. METAL 1

અમારે રો-મટીરીયલ જુદી જુદી જગ્યાએથી આવતું હોય તેથી કામ શરૂ થઈ શકતું નથી. અમારે એકસ્પોર્ટનું કામ છે તેથી ઉપરથી એક પણ ક્ધટેનર જતા નથી. લોકલ મુંબઈમાં પણ બધુ હોવાથી ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી ધંધો ચાલુ કરવો હાલ અશકય છે. અમારે ત્યાં ઘણા બધા બિહાર, યુપીના કારીગરો છે. જેમના માટે અમે ફેકટરીમાં જ બધી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણ કાર્યરત કરવામાં સ્ટાફની ઘટ વર્તાય છે: વિશાલભાઇ પટેલ

VISHAL INDUSTRIES 1

વિશાલ મેન્યુફેકચરીંગ પ્રાઈવેટ લીમીટેડનાં માલીક વિશાલભાઈ પટેલએ અબતકની મુલાકાતમાં જણાવ્યું હતુ કે, લોકડાઉન પહેલા ઈન્ડસ્ટ્રીમાં બધુ વ્યવસ્થિત ચાલતુ હતુ લોકડાઉન બાદ પરીવહનનો મોટો પ્રશ્ર્ન ઉદભવ્યો જેમાં રો મટીરીયલમાં ઘટ પડી અને રો મટીરીયલ આવતું બંધ થયું માણસોની સમસ્યા થવા લાગી ને હાલ પણ માણસોની સમસ્યા છે જ હાલ જે માણસો ઈન્ડસ્ટ્રીઝના કવાટરમાં રહે છે.તેના થકી કામ શરૂ કરાવામાં આવ્યું છે. બહારથી હજુ માણસો આવી શકતા નથી તે માટે તંત્ર અમને બને તેટલો સહયોગ કરે તેવી અપીલ છે.

VISHAL INDUSTREIS 5

ફી એકવાર કોઈ પણ વ્યવસ્થા થંભી જાય તો ખૂબ મોટા પ્રશ્ર્નો અને પડકારો સામે આવે છે. અમારી ઈન્ડસ્ટ્રીનું યુનીટની વાત કરૂ તો ૨૫૦ જેટલા માણસો અહી કામ કરે છે. હાલ ૧૦૦ જેટલા માણસોથી ૨૫ ટકા જેટલુ કામ કરાવામાંઆવે છે. તો માણસોની ખૂબ જરૂર છે. સાવચેતી અને સલામતીની તકેદારીમાં અમે ગેટ પાસે સેનીટાઈઝર શોપ, રાખેલ છે. તેમજ જુથમાં માણસો એ ઈન્ડસ્ટ્રીમાં ઉભુ રહેવું નહી સોશ્યલ ડીસ્ટનથી કામ કરાવામાં આવે છે. માસ્ક અને હાથના મોજા ફરજીયાત પહેરવાના રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.