બસપા સો ગઠબંધન જાળવવા બે-ચાર બેઠકોના સમાધાન માટે અખિલેશની તૈયારી
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીની જોડી ભાજપને હંફાવશે અને વિજયી દૂર રાખશે.
ઉત્તરપ્રદેશના મેઈનપુર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્તિ અખિલેશે કહ્યું હતું કે, જો ભાજપને હરાવવા માટે બે થી ચાર બેઠકોનો ભોગ દેવો પડે તો પણ દઈશું અને બહુજન સમાજવાદી પાર્ટી સો ગઠબંધન જાળવી રાખીશું. તાજેતરમાં મહાગઠબંધનના પ્રિપોલ પરિણામોની જેમ ભવિષ્યમાં પણ સફળતા હાંસલ શે તેવો દાવો અખિલેશ યાદવે કર્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, અમા‚ લક્ષ્ય ચૂંટણી જીતવાનું છે. જો અમે સત્તા ઉપર આવીશું તો આગ્રા-લખનઉં એકસપ્રેસ-વેનો ટોલટેકસ હટાવી લેશું. તેમણે યોગી આદિત્યના ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, યોગી આદિત્યનો ચૂંટણી દરમિયાન જયાં જયાં પ્રચાર કર્યો છે ત્યાં ત્યાં ભાજપને પરાજય મળ્યો છે. ભાજપ છેલ્લી ચાર પેટા ચૂંટણીમાં હાર મેળવી ચૂકયો છે. આ ઉપરાંત કૈરાના લોકસભા બેઠક પણ ગુમાવી ચૂકયો છે.
તાજેતરમાં બસપાના સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે, જો અમને સારી સંખ્યામાં બેઠક મળશે તો જ અમે ગઠબંધન કરીશું. માટે અત્યારે સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવે માયાવતીને મનાવવા થોડી ઘણી બેઠકોની કુરબાની દેવાની તૈયારી પણ બતાવી છે.