લીંબડી બસ સ્ટેશનમાં કુવામાં ગાયમાતા પડી જતાં બચાવવામાં આવી હતી. લીંબડી બસ સ્ટેશનમાં કુવાનાં ઢાંકણાં પર જાળી હોવા છતાં ગાયમાતા કુવામાં પડી જતાં તેને બચાવવા માટે વર્ધમાન જીવદયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ લીંબડી બસ સ્ટેશનમાં ઉભેલા જીવદયા પ્રેમીઓએ ભેગા મળી નગરપાલીકાનાં ટ્રેકટર દ્રારા ગાયમાતાને બચાવવા બે થી ત્રણ કલાકની જહેમત બાદ બચાવવામાં સફળ થયા હતાં.
અષાઢીબીજનાં આ ધાર્મિક દિવસે નગરપાલીકાનાં સહયોગ તેમજ લોકોનાં સહયોગ દ્રારા ગાયમાતાને બચાવી સેવાનું ઉતમ કાર્ય કરવામાં આવ્યું હતું. ગામનાં લોકોને ખબર પડતાં લોકો મદદ માટે દોડી આવ્યા હતાં. આ કાર્યમાં રઘુભાઇ ભરવાડ લીંબડી, વિજયભાઇ ભરવાડ, દેવરાજભાઇ ભરવાડ, વનાભાઇ ભરવાડ, નાગરાજભાઇ ભરવાડ, પતિકભાઇ ભરવાડ, પથ્યાભાઇ ભરવાડ, ગીરીરાજસિંહ ખુમાનસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ ઝાલા અને તેમની ટીમ દ્રારા પુરો સહકાર મળયો હતો અને ગાયમાતાને આબાદ રીતે બચાવવામાં આવી હતી.