અધિકારીઓ દ્વારા ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી

હળવદ : ખનીજ ચોરી ને સંપૂર્ણપણે ડામી દેવા જિલ્લા કલેકટર દ્વારા તંત્રને કડક આદેશ દેવામાં આવ્યા છે ત્યારે હળવદ પંથકમાં ચાલતી ખનીજ ચોરી અટકાવવા જિલ્લા ખાણ ખનીજ વિભાગ, હળવદ મામલતદાર, આરટીઓ સહિતનાઓ છેલ્લા થોડા દિવસોથી સક્રિય બનતા રેતી માફિયાઓ માં ભારે દોડધામ મચી જવા પામી છે ત્યારે આજે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા તાલુકાના અજીતગઢ ગામ નજીક એક ડમ્પરને  ઝડપી લીધું હતું પરંતુ ડમ્પર ને હળવદ લાવવામાં આવી રહ્યું હતું ત્યારે અધવચ્ચે ડમ્પર ચાલકે ડમ્પરનો ઉલાળીયો કરી ખાલી કરી નાસી છૂટયો હતો જેથી અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

આજે સવારના હળવદ તાલુકાના અજીતગઢ ગામ નજીક ખનીજ ભરેલુ એક ડમ્પર જિલ્લા ખાણ ખનીજ વિભાગે ઝડપી લઈ ડમ્પર ને હળવદ ખાતે લાવવામાં આવી રહ્યું હતું ત્યારે ડમ્પર ચાલકે ચાલાકી વાપરી ડમ્પર ને અધવચ્ચે ખાલી કરી નાસી છૂટયો હતો જેથી જિલ્લા ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ દ્વારા નાસી છુટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ જરૂરી કાગળો કરી ઉપરી અધિકારીને અધિકારીને મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે જોકે આજે સવારથી જ ઝડપાયેલા ડમ્પરના ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર તંત્ર નાશીછુટેલ ડમ્પર ચાલક વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે.!

અધિકારીઓની  રેત માફિયાઓ દ્વારા કરવામાં આવે છે રેકી

હળવદમાં ચાલતી ખનીજ ચોરી ના પગલે અધિકારીઓ દ્વારા જ્યારે પણ રેડ પાડવા ઘટનાસ્થળે જતા હોય છે ત્યારે રેત માફિયાઓ દ્વારા અધિકારીઓની ગાડી પાછળ પોતાની ગાડીઓ દોડાવી અધિકારીઓની રજે રજની માહિતી મેળવતા હોય છે જેના કારણે રેતી માફિયાઓ પોતાના ટ્રકો આરામથી સલામત સ્થળે ખસેવાના માં સફળ રહેતા હોય છે ત્યારે આવા સખ્સો વિરુદ્ધ  જો કાર્યવાહી કરવામાં આવે તો રેકી કરવાનું બંધ થાય તેમ છે

વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓ પર નજર રાખતાં રેતી માફિયા

જિલ્લાના ખનીજ માફિયાઓ દ્વારા મોરબી જિલ્લાના કોઈપણ અધિકારીઓ પોતાની કચેરી બહાર નીકળે અથવા તો કોઈ રેડ માં જતા હોય ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓ ની માહિતી મેળવવા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યા છે  જેમાં સંપૂર્ણ માહિતી વોઈસ મેસેજ દ્વારા આપવામાં આવતી હોય છે ઘણી વખત તો જે તે  અધિકારીઓની ગાડીઓ ના ફોટાઓ  પાડી ગ્રુપમાં મુકવામાં આવતા હોય છે ત્યારે હાલતો  તંત્ર કરતા ખનીજ માફિયાઓનુ નેટવર્ક વધુ હોવાનું જોવા મળે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.