નવા વડાપ્રધાન શાહિદ ખાકન અબ્બાસીએ ‘દર્શન લાલ’ને ચાર પ્રાંતોની જવાબદારી સોંપી
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહિદ ખાકાન અબ્બસીએ ગઇકાલે તેમની કેબીનેટની રચના કરી હતી. જેમાં તેમણે પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના સહયોગીઓને પણ સાથે રાખ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, ૨૦ વર્ષથી વધુ સમયગાળામાં સૌપ્રથમ વાર પાકિસ્તાનના પ્રધાનમંડળના એક હિન્દુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનું નામ દર્શન લાલ છે.દર્શન લાલ ચાર પાકિસ્તાની પ્રાંતોમાં સંકલન કરશે. સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે ૨૦૧૩માં તેઓ લધુમતિ માટે અનામત બેઠક પર પીએમએલ એન. ટિકીટ પર બીજી વખત નેશનલ એસેબલી માટે ચૂંટાયા હતા.જો કે, ભૂતપૂર્વ ફોરેન મિનિસ્ટર હિના રાબ્બાની ખાર હતા પરંતુ ત્યારબાદ ૨૦૧૩માં શરીફ ચુંટાયા તે પહેલા પાકિસ્તાન પાસે ફોરેન મીનીસ્ટર જ નહતા. શાહબાઝના રાજીનામા વિશે જાણવામાં આવ્યું હતું કે, તેમની વિદાયથી પંજાબના પક્ષની પકડ નબળી થઇ જશે જે કોઇ પંજાબ જીતશે તે જ કેન્દ્ર સરકાર બનાવી શકે.પંજાબના પક્ષને મજબુત કધરવા અબ્બસીએ તેમના કુટુંબોના પાંચ રાજકારણીઓને ઉમેર્યા છે.જે પ્રદેશના દક્ષિણમાં વિશાળ મત બેંકોને આદેશ આપશે. જે આગામી મતદાનમાં મુખ્ય છે.પાકિસ્તાન જવાના નામ માત્રથી જ ભારતીયો અને હિન્દુઓ તદન મનાઇ કરતા હોય છે.પરંતુ નવા વડાપ્રધાનની સાથે પાકિસ્તાનમાં દર્શન લાલે પણ તેનું સ્થાન મેળવી લીધું છે.