દીવમાં છેલ્લા બે દિવસમાં ૯ લોકો કોરોનાથી સંક્રમિત થયા. તેમજ ૬ દર્દીઓ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંઘે પ્રેસનોટના માધ્યમથી જણાવ્યું હતું કે દિવમાં તારીખ ૮/૯/૨૦૨૯ની મોડી સાંજે જેપી ટેસ્ટમાં બે વ્યક્તિઓ પોઝિટિવ મળી આવ્યા હતા તેમજ તા ૯/૯/૨૦૨૦ ના રોજ ૩ વ્યક્તિઓ રેપિડ ટેસ્ટ માં પોઝિટિવ આવ્યા હતા તેમજ ૪ વ્યક્તિઓ આર ટી પી સી આર ટેસ્ટમાં પોઝિટિવ આવતા છેલ્લા બે દિવસમાં દીવ જિલ્લામાં કુલ મળીને ૯ કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. પોઝિટિવ આવનાર તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ૪ દર્દીઓ દીવ થી બહાર સારવાર લઇ રહ્યા હતા તે સ્વસ્થ થઈને દીવ પરત ફર્યા છે અને ૨ દર્દીઓ દીવની સરકારી કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ હતા તે સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી છે. આ સાથે દીવમાં કોરોનાના ૩૪ એક્ટિવ કેસ છે. પાંચ વ્યક્તિઓ દીવથી બહાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમજ ૨૩૨ દર્દીઓ અત્યાર સુધી સ્વસ્થ થઇ ચુક્યા છે.
દીવમાં છેલ્લા બે દિવસમાં ૯ પોઝિટિવ કેસ નોંધાયા
Previous Articleહળવદમાં પીજીવીસીએલના કોન્ટ્રાકટરોની હડતાલનો સુખદ અંત
Next Article ગુજરાતી ગીતો, ફિલ્મો, સંગીતના પિતામહ: અવિનાશ વ્યાસ