ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 સિરીઝનો પ્રથમ મેચ આજે દિલ્હી ખાતે રમાશે
આઇપીએલ પૂર્ણ થયા બાદ ભારતના પ્રવાસે દક્ષિણ આફ્રિકાની ટીમ ટી20 મેચની સિરીઝ રમવા આવી છે. જેનો આજે પ્રથમ મેચ દિલ્હી ખાતે રમાશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગના અતિરેકને કારણે જે સારા એવા ખેલાડીઓ સિરીઝમાં રમવા જોઈએ તે ઈજાગ્રસ્ત હોવાના કારણે અન્ય પ્લેયરનો વિકલ્પ હવે ભારતે પસંદ કરવો પડશે. ભારત-દક્ષિણ આફ્રિકા સીરીઝ શરૂ થતાં પહેલાં કે.એલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયો છે ત્યારે હવે ટીમ મેનેજમેન્ટે ભારતના નવા સુકાની તરીકેની જવાબદારી પંતને સોંપી છે.
એટલું જ નહીં ભારતના બોલિંગ યુનિટમાં પણ એક વધુ ફટકો પડ્યો છે કારણ કે કુલદીપ યાદવ પણ ઈજાગ્રસ્ત થતાં તે હવે ટી20 મેચની સીરીઝમાં ભાગ નહીં લઇ શકે. પ્રાપ્ત માહિતી મુજબ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઉપસુકાની તરીકે ટીમમાં જવાબદારી સંભાળશે. કયું બીસીસીઆઈ દ્વારા અને ટીમ મેનેજમેન્ટ દ્વારા બંને ઇજાગ્રસ્ત ખેલાડીઓ નું રિપ્લેસમેન્ટ કોણ કરશે તે અંગેની વધુ માહિતી આપવામાં આવી નથી પરંતુ તેઓ હવે સીધા જ એનસીએ ખાતે તેમનું પ્રશિક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ જ નક્કી કરાશે કે તેમને કઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે.
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની યાદી
રિસભ પંત ( સુકાની ), હાર્દિક પંડ્યા ( ઉપસુકાની ), ઋતુરાજ ગાયકવાડ, ઇશાન કિશન, દિપક હુડા, શ્રેયસ એયર, દિનેશ કાર્તિક ( વિકેટ કીપર ), વેંકેટેશ ઐયર, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ , રવિ બીસનોઈ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન , અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકની સમાવેશ કરવામાં આવ્યો છે.