માલ-સામાન, ચીજ-વસ્તુ, સોના-ચાંદીની દુકાનોમાં ચોરી કરવાનાં કિસ્સા તો રોજ બરોજ બનતા હોય છે. પણ હવે તો હદ થઇ ગઇ દવાની દુકાનોમાં પણ દવાની ચોરીઓ થઇ રહી છે.
રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં પાછલા આઠ મહિનામાં વિવિધ વિસ્તારોમાં આવેલા મેડિકલને નિશાન બનાવી ચોરી કરતી ગેંગ સક્રિય થઇ હોવાનો અણસાર મળે છે. મેડીકલોની દુકાનોમાં થતી ચોરીની ફરિયાદ લેવામાં પોલીસ બાજુ દુર્લભ સેવે છે. તેવા આક્ષેપો સાથે રાજકોટ કેમિસ્ટ એસોસિએશનને આજે પો.કમિશ્નરને આવેદન પત્ર પાઠવ્યુ હતું.
ખાસ કરીને ચોંકાવનારી બાબત એ છે કે મેડીકલમાંથી રુપિયા ચોરાઇ જવા અંગે વધુ ચિંતા નથી પણ મેડિકલમાં એવી અસંખ્ય દવાઓ હોય છે જે ડોક્ટરનાં પ્રિસ્ક્રીપશન વગર આપી શકાતી નથી. આવી દવાઓમાં નાર્કોટીક્સને લગતી દવા અમૂક ગંભીર પ્રકારની બિમારીઓમાં વપરાય છે. તો અમૂક દવાનો વધુ પડતો ડોઝ લઇ નશા માાટે પણ ઉપયોગ કરાય છે.આવી દવાઓનું ખાસ રજીસ્ટર કેમિસ્ટોએ મેન્ટેઇન કરવું પડે છે ત્યારે કેમિસ્ટોની દુકાનોમાંથી ચોરી કરનાર ચોર આવી દવાઓનો દૂર ઉપયોગ કરે તો જવાબદારી કોની ? એવા સવાલ સાથે કેમિસ્ટોએ પો.કમિશ્નરને આવેદન પાઠવી તેમજ સીસીટીવી ફૂટેજ રજૂ કરી આ અંગે તત્કાલ ઘટતું કરવા ખાત્રી માંગી છે.