• કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની બોડેલી, વાસંદા અને દમણમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીની લાખણીમાં, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની મોરબી, પેટલાદ અને ગાંધીનગરમાં, રાજસ્થાનના મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડની જામનગરમાં સભા

ગુજરાતની લોકસભાની 26 પૈકી રપ બેઠકો માટે આગામી મંગળવારે મતદાન યોજાવાનું છે. આવતીકાલે રવિવારે સાંજે 6 કલાકને ચુંટણી પ્રચારના ભુંગળા શાંત થઇ જશે. દરમિયાન અંતિમ દિવસોમાં આજે ભાજપ તથા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ઝંઝાવાતી ચુંટણી પ્રચાર કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે આજે છોટાઉદેપુરના બોડેલી ખાતે ભાજપના ઉમેદવાર જશુભાઇ રાઠવા અને નવસારીના વાસંદામાં વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ડો. ધવલ પટેલના સમર્થનમાં ચુંટણી સભા સંબોધી હતી. બપોરે  દમણ ખાતે લાલુભાઇ પટેલના સમર્થનમાં સભા સંબોધી હતી.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં સભા સંબોધી હતી. રાજસ્થાનના રાજયમંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડે જામનગરમાં ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમાં ચુંંટણી સભા ગજવી હતી. આવતીકાલે તેઓ પાલનપુરમાં રોડ-શો કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ મોરબીમાં કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાના સમર્થનમાં, પેટલાદમાં આણંદ બેઠકના ઉમેદવાર મિતેષભાઇ પટેલ અને ગાંધીનગર ખાતે ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં ચુંટણી સભા સંબોધી હતી.

ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલે સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠકમાં ભવ્ય બાઇક રેલી યોજી હતી. હવે પ્રચાર માટે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને ચુંટણી લડતા ઉમેદવારો જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે.

સમય  સમાપ્તી કી ઘોષણા

કાલે સાંજે પ્રચારના ભૂંગળા શાંત

આવતીકાલે સાંજે 6 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરી શકાશે: સોમવારે કતલની રાત, મતદારોને આકર્ષવા માટે ઘડાશે અંતિમ ઘડીની વ્યુહ રચના

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકામાં આગામી 7મી મેના રોજ ગુજરતાની  લોકસભાની  26 બેઠકો પૈકી  25 બેઠકો માટે મતદાન  યોજાવાનું છે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદારો શાંત મને વિચારી  મતદાન કરી શકે તે માટે મતદાન  પૂર્ણ થવાના  48 કલાક  અગાઉ ચૂંટણી પ્રચાર પ્રસાર બંધ કરી  દેવાનો રહે છે.દરમિયાન  આવતકાલે   રવિવારે સાંજે 6 કલાકે ત્રીજા તબકકામાં જે બેઠકો માટે મતદાન યોજાવાનું છે ત્યાં  પ્રચારના  ભૂંગળા શાંત થઈ જશે.

ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકી સુરત  બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ   બિનહરિફ વિજેતા જાહેર થયા છે. આગામી મંગળવારે  રાજયની 25 બેઠકો માટે સવારે 7  વાગ્યાથી  સાંજના 6 વાગ્યા સુધી મતદાન  યોજવાનું છે સાથોસાથ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી અલગઅલગ પાંચ બેઠકો માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના  48 કલાકે  પૂર્વ પ્રચાર-પ્રસાર બંધ કરી દેવો પડે છે. દરમિયાન  આવતીકાલે સાંજે 6 કલાકથી પ્રચારના  ભૂંગળા શાંત થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.