રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં 23544 લોકો માર્ગ અકસ્માતમા મોતને ભેટ્યા હોવાનુ સામે આવ્યુ છે. લોકસભમા પુછાયેલ પ્રશ્નના જવાબમા સરકારે જવાબ રજુ કરતા જણાવ્યુ છે કે દેશમાં છેલ્લા 3 વર્ષમાં 4.44 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે.
માર્ગ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે છેલ્લા 3 વર્ષમા દેશમાં સરેરાશ 4.44 લાખ લોકો રોડ અકસ્માતમા મોતને ભેટ્યા છે. લોકસભા પ્રશ્નોત્તરીમાં પુછાયેલ પ્રશ્નના જવાબમાં માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી માર્ગ અકસ્માતમા મોતને ભેટનાર લોકોનો ચોંકાવનારો જવાબ રજુ કરવામાં આવ્યો છે.
વર્ષ 2015 થી 2017ના રજુ કરવામાં આવેલ આંકડા મુજબ જેમાં ઉત્તરપ્રદેશમા વર્ષ 2017માં સૌથી વધુ 20124 લોકો વાર્ષીક માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યા છે જ્યારે ગુજરાતમાં 7289 લોકો મોતને ભેટ્યા છે. એટલે માસિક 654 લોકો સરેરાશ મૃત્યુ પામી રહ્યા છે. જેમાં દારૂપીને મોતને ભેટનારની સંખ્યા 65 છે