રાજ્યમાં ફરી એક વાર વરસાદ સટાસટી બોલાવી રહ્યું છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ રાજ્યમાં ફરી એક વાર વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે. તેમજ રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ-આહવામાં 2.8 ઈંચ અને વઢવાણમાં 2.6 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ભુજ અને ઉમરપાડામાં 2.6 ઈંચ, બોડેલી અને વઘઈમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો છે.

varsad

2 ઈંચ વરસાદથી સુરેન્દ્રનગર પાણી-પાણી થઈ ગયું છે. તેમજ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. જેમ કે રતનપર, બાપા સિતારામ ચોક, રિવરફ્રન્ટ રોડ, 80 ફુટ રોડ, રામેશ્વર ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાઇ જતાં મહાનગરપાલિકા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

15મી તારીખે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.