શહેર પોલીસ દ્રારા કફર્યુ નહી કેર ફોર યુની અમલવારી
કોરાના વાયરસ મહામારી ફેલાતી અટકાવવા કફર્યુનું ચુસ્તપણે પાલન કરાવતી શહેર પોલીસ
કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે જે અટકાવવા માટે હાલમાં સરકાર દ્વારા અનલોડ-૭ જાહેર કરવામાં આવેલ છે જે મુજબ રાજકોટ શહેર પોલીીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું અમલમાં મુકવામાં આવેલ છે હાલમાં કોરોના વાયરસનો બીજો તબકકો શરુ થયેલ છે. જેથી કોરોના વાયરસના કેસોની સંખ્યા ઝડપથી વધી રહેલ છે આ કેસોની નિયત્રણમાં લેવા ખુબ જ જરુરી હોય શહેરમાં લોકોની અવર જવર ને નિયંત્રીત કરવામાં ન આવે તો કોરોના વાયરસના સંક્રમણ વધુ ફેલાવાની પ્રબળ શકયતાઓ રહેલી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડી તા. ૨૧-૧૧-૨૦ થી બીજો હુકમ ન થાય ત્યાં સુધી કફુર્યુનો અમલ દરરોજ રાત્રીના કલાક થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે તેવું જણાવાયું છે.
કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે તા. ર૧-૧૧-૨૦૨૦ થી બીજો હુકમ ન થાય ત્યાં સુધી કર્ફુયુનો અમલ દરરોજ રાત્રીના કલાક ૯ થી સવારના ૬ સુધી અમલ કરવાનો રહેશે જે કર્ફુયુ દરમ્યાન રાજકોટ શહેર કમિશ્નરે વિસ્તારમાં રહેતા રહેવાસછઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઇપણ માર્ગ જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં. રખડવું નહી અથવ પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહી જે અંગે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે કર્ફયુ સમય દરમ્યન બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો રાજકોટ શહેરની જનતા ચુસ્તપણે પાલન કરે તે માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ કાયવાહી કરી રહેલ છે. તા. ૧૫-૧૨-૨૦ ના રાત્રીના ૯ થી તા. ૧૬-૧૧-૨૦ ના સવારના ૬ સુધી કર્ફયુ સમય દરમ્યાન શહેરના ચાર રસ્તાઓ, એન્ટ્રી પોઇન્ટ તેમજ જાહેર રોડ ઉપર ચુસ્ત બદોબસ્ત રાખવામાં આવેલ તેમજ સઘન પેટ્રોલીગ કરી કર્ફયુ નું પાલન કરાવવામાં આવેલ છે જે દરમ્યાન કફફુનું પાલન નહી કરનાર વિરુઘ્ધ કુલ ૧૨૮ જાહેરનામા ભંગના ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરી રાજકોટ શહેર પોલીસને સહકાર આપી તેમજ બીન જરુરી બહાર નહી નીકળવા અને ઘરે રહી સ્વસ્થ સુરક્ષીત રહેવા અપીલ કરાય છે. આમ રાજકોટ શહેર પોલીસ દ્વારા કર્ફયુ નહી પરંતુ અમલવારી કરાવવામાં આવી રહેલ છે.