- ભારતને ફરી સોને કી ચીડિયા બનાવવા આરબીઆઇની કવાયત
- સોનાના ભંડારની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ
ભારત દેશને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યારબાદ વિવિધ સમય દરમિયાન ભારત પર થયેલા આક્રમણ અને શાસનના કારણે ભારતનો સોનાનો જથ્થો અન્ય દેશોમાં લઈ જવાયો હતો. છતા હાલ ભારત દેશ સોનાના ભંડારની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ છે. આમ છતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (છઇઈં) વિદેશમાંથી તેનું સોનું પાછું લાવી રહી છે. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બર 2022થી અત્યાર સુધીમાં 214 ટન સોનું ભારતમાં લાવવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શા માટે આરબીઆઈ ભારતના સોનાના ભંડારમાંથી સોનું વિદેશમાંથી લાવી રહી છે?
નવા ફોરેન એક્સચેન્જ રિઝર્વ મેનેજમેન્ટ રિપોર્ટ અનુસાર, આરબીઆઈ પાસે રહેલા કુલ 855 ટન સોનામાંથી સપ્ટેમ્બરના અંતમાં ભારતમાં 510.5 ટન સોનું અનામત હતું. પરંતુ આ વર્ષે ધનતેરસ પર, આરબીઆઈએ જાહેરાત કરી કે તે બ્રિટનમાંથી 102 ટન વધારાનું સોનું પાછું લાવવામાં આવ્યું છે. વાસ્તવમાં, વૈશ્વિક ભૌગોલિક રાજનીતિની અનિશ્ચિતતાઓ વચ્ચે આરબીઆઈ અને સરકાર બંને સોનાની સંપત્તિની સલામતી અંગે સભાન છે. તેથી તેઓ વિદેશમાં રાખેલા સોનાના ભંડારમાંથી સોનું ભારત પરત લાવી રહ્યા છે. કારણ કે ભારત સરકાર સોનાના ભંડારના ઘરેલુ સંગ્રહને વધુ સુરક્ષિત માને છે.
અહેવાલ મુજબ, 1991 પછી આ પ્રથમ વખત છે જ્યારે રિઝર્વ બેંકે આટલી મોટી માત્રામાં સોનું ટ્રાન્સફર કર્યું છે. 33 વર્ષ પહેલા, જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ખૂબ જ નબળી પડી ગઈ હતી, ત્યારે રિઝર્વ બેંકે ભંડોળ ઊભું કરવા માટે સોનું ગિરવે રાખવું પડ્યું હતું. હવે ભારતીય અર્થતંત્ર તેની અત્યાર સુધીની સૌથી મજબૂત સ્થિતિમાં છે. સોનાનું વળતર પણ આ તાકાતની પુષ્ટિ કરે છે. ખાસ વાત એ છે કે વિદેશથી ભારતમાં સોનું લાવવા માટે ખાસ વિમાનોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઈમારતોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, આ સોનું લાવવા માટે રિઝર્વ બેંક દ્વારા કસ્ટમ ડ્યુટીમાંથી વિશેષ છૂટ આપવામાં આવી હતી. આ પછી પણ ૠજઝ ભરવો પડ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે 100 ટનથી વધુ સોનું ટ્રાન્સફર થયા પછી પણ ભારત પાસે હજુ પણ 324 ટન સોનું વિદેશમાં બચ્યું છે.
ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વ પછી બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પાસે સૌથી વધુ સોનાનો ભંડાર છે. તેનું બુલિયન વેરહાઉસ 1697માં બનાવવામાં આવ્યું હતું. તેમાં અંદાજે 400,000 સોનાની લગડીઓ છે. સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં, આ તિજોરીઓમાં અંદાજે 5,350 ટન સોનું હતું. આરબીઆઈના ડેટા દર્શાવે છે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 9.3 ટકાનો વધારો થયો છે, જે માર્ચમાં 8.1 ટકા હતો. આ વર્ષની શરૂઆતમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે આરબીઆઈના ચાલુ અધિગ્રહણને કારણે વિદેશમાં સોનાની હોલ્ડિંગ વધી છે.