હૃદય રોગના મૃત્યુદરમાં ધરખમ ઘટાડો કરવામાં અમેરિકા સફળ, ભારત બેદરકાર
હૃદયરોગનાં કારણે થતા મૃત્યુના કિસ્સા ઘટાડવામાં અમેરિકાને ભારે સફળતા મળી છે. વર્ષ ૧૯૯૦ થી ૨૦૧૬ દરમિયાન અમેરિકામાં હૃદય રોગથી થતા મૃત્યુના ૪૧ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.
જેની સામે ભારતમાં ઉલ્ટી ગંગા જોવા મળી રહી છે. ભારતમાં ૧૬ વર્ષમાં હૃદય રોગથી થતા મૃત્યુના કેસમાં ૩૪ ટકાનો તોતીંગ વધારો નોંધાયો છે.તેવું અમેરિકાની કાર્ડીઓલોજી કોલેજની જર્નલમાં પ્રસિધ્ધ થયેલા આંકડાથક્ષ ફલીત થાય છે. અમેરિકાની લાઈફસ્ટાઈલની ભારતમાં ખૂબજ નિંદા થાય છે. અમેરિકાની લાઈન સ્ટાઈલ શરીર અને સમાજને હાનીકારક હોવાના દાવા થાય છે. પરંતુ અહીં તદન વિપરત પરિસ્થિતિ જોવા મળી રહી છે.
અભ્યાસમાં જણાવ્યા અનુસાર હૃદય રોગના કારણે થતા મૃત્યુના કિસ્સા ઘટાડવામાં ભારતને નિષ્ફળતા સાંપડી છે.વસ્તીની સરખામણીએ મેડિકલ સુવિધા આપવામા ભારતને હજુ ઘણુ કરવાનું બાકી હોવાનું તારણ અભ્યાસ પરથી આવી રહ્યું છે. હાર્ટએટેકના કારણે વર્ષ ૨૦૧૬માં ભારતમાં ૬.૨ કરોડ તથા અમેરિકામાં ૧.૨ કરોડ માનવકલાકો ગુમાવવી પડી હતી. હૃદય રોગમાં નાની ઉંમરે મોતના કિસ્સામાં ભારતમાં ચિંતાજનક વધારો થતો જોવા મળ્યો છે.
દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ ૨૦૨૫ સુધીમાં હૃદય રોગ જેવા બીન ચેપી રોગમાં પ્રીમેચ્યોર મોર્ટાલીટી એટલે કે નાની ઉંમરે મૃત્યુના કિસ્સામાં ૨૫ ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે, ભારતમાં અલગ અલગ રાજય વચ્ચે પણ હૃદય રોગના મૃત્યુ આંકડા મોટો તફાવત છે. પંજાબમાં હાર્ટએટેકથી થતા મૃત્યુનું પ્રમાણ સૌથી વધુ જયારે મિઝોરમમાં સૌથી ઓછું છે. બંને રાજયો વચ્ચેના મૃત્યુ દરમાં ૧૦ ગણો તફાવત છે.