આરોપ સિદ્ધ થયા બાદ ૭ વર્ષની જેલ તેમજ સંપત્તિના ૨૫ ટકાનું વળતર ચુકવવાની જોગવાઇ

ગેરકાયદેસર ધંધા અને સંપતિનું વર્ચસ્વ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આવક વેરા વિભાગે બેનામી સંપતિઓને પકડી પાડી છે. ઈન્કમટેકસ ઓથોરીટીએ ઘરેણા, ગાડીઓ સહિત ૯૦૦ બેનામી સંપતિઓને ઝડપી પાડી છે. આ સંપતિઓની કુલ કિંમત ૩૫૦૦ કરોડથી પણ વધુની છે. બોર્ડે એક બયાનમાં જણાવ્યું હતું કે તેમણે પ્રોહિબિશન ઓફ બેનામી ટ્રાન્ઝેકશન એકટ અંતર્ગત આ સંપતિઓને ઝપ્ત કરી છે. આ એકટની ૧ નવેમ્બર ૨૦૧૬થી તેની અમલવારી કરવામાં આવી હતી.

આરોપ સાબિત થયા બાદ આરોપીને ૭ વર્ષ સુધીની જેલ અને પ્રોપર્ટીના ૨૫ ટકા માર્કેટ વેલ્યુ ચુકવવાના નિયમો છે. આવકવેરા વિભાગે મે મહિનામાં ભારતભરમાં ૨૪ બેનામ સંપતિ પ્રતિબંધ યુનિટ તૈયાર કર્યા હતા. બેનામી મતલબ જે સરકારી ચોપડે નોંધાઈ જ નથી જેનો કોઈ માલિક ન હોય આ એકસ કાળા ધનને રોકવા માટે ૧૯૮૮માં પ્રકાશમાં સંપતિઓ જપ્ત કરવાનો અધિકાર અપાયો હતો. એક રિયલ એસ્ટેટ કંપનીએ ૫૦ એકરની જમીનની ખરીદી કરી હતી. જેની કિંમત ૧૧૦ કરોડથી પણ વધુ છે. જેના ખરીદદારો પણ બેનામી હતા.

આ એક સા‚ પગલું કહી શકાય કારણ કે, વધુ પડતા લોકો આ રીતે કાળુ નાણુ રાખી બેનામી સંપતિ ધરાવતા હોય છે હવે તેને પકડી પાડી સજા પણ આપવામાં આવશે. આ કંપનીના દલાલો, ખરીદદારો સહિતના કર્મચારીઓ સંડોવાયેલા હતા. ત્યારે આવકવેરા વિભાગે જેને ઝડપી પાડયા છે જે એક ઉલ્લેખનીય કામગીરી છે. કારણ કે લોકો કરમુકત બનવા ઘણાં પેતરા કરતા હોય છે અને સરકારી ચોપડે સંપતીની નોંધણી ન કરી બચી જતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.