જામનગર સમાચાર
જામનગર તાલુકાના લાખાબાવળ ગામના જમીન પ્રકરણમાં ખરીદ- વેચાણ, ખાલસા, રિગ્રાન્ટ,હરાજી, એકત્રીકરણ સહિતની પ્રક્રિયા મહેસુલ અધિનિયમ મુજબ થઇ છે. ચાર દાયકા પૂર્વે નાળિયેર વાળી જમીનની હરાજી થયા બાદ શરત ફેર, ખાલસા બાદ આ જમીન મહેસુલ તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરી રિગ્રાન્ટ કરવામાં આવી હતી. જમીનની હરાજી વખતે સરકારે જ હેતુફેરને માન્યતા આપી હતી. ત્યારબાદ વર્તમાન જમીન માલિક દ્વારા કાયદેસરની કાર્યવાહી દ્વારા બિનખેતી કરાવી છે. આ સમગ્ર વિગતો હાલના જમીન માલિક દ્વારા દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂ કરી છે.
જામનગર નજીકના લાખા બાવળ ગામના રેવન્યુ સર્વે નંબર ૧૬૦, ૧૬૧ તથા ૧૬૨ ની ખેતીની જમીનો આજથી ૪૪ વર્ષ પહેલા હાથીયા હેભા દ્વારા બેંક દ્વારા થયેલ જાહેર હરાજીમાં ઉંચો ભાવ ભરી ખરીદ કરેલ છે. જે અંગે તા. ૨૫-૧-૧૯૮૦ના નવી શરતથી જમીન ફાળવણી અંગેનો ઠરાવ થયેલ છે.
ત્યાર બાદ આ જમીનો અંગે શરતભંગની કાર્યવાહી થતાં અને મેટર મા. સભ્ય ગુજરાત મહેસુલ પંચ અમદાવાદ સમક્ષ પહોંચતાં ગુજરાત મહેસુલ પંચ અમદાવાદ દ્વારા આજથી ૨૭ વર્ષ પહેલા તા. ૧૮–૧૦–૧૯૯૭ના હુકમ કરી મજકુર જમીન હાથીયા હેભાએ જાહેર હરાજીમાં જમીન રાખેલ હોય, તેમની સામે કોઈ શરતભંગ થઈ શકે નહીં તેમ માનિ જમીન હાથીયા હેભાની માલિકી કાયમ કરેલ છે.
આ જમીન અંગે નાયબ કલેકટર જામનગર દ્વારા હુકમ કરી આજથી આશરે ૨૬ વર્ષ પહેલા હાથીયા હેભાની અરજીના આધારે મજકુર જમીન નવી શરતના નીયંત્રણ માથી મુકત કરી જુની શરતમાં ફેરવવાનો તથા આ જમીન બીનખેતીના હેતુ માટે પ્રીમીયમને પાત્ર રહેશે તેવો સ્પસ્ટ હુકમ તા. ૧૮–૧૦–૯૭ ના કરેલ છે.
આશરે 26 વર્ષ પૂર્વે આ જમીનો રેવન્યુ રેકર્ડ પર જુની શરતની ચોખ્ખા ટાઈટલની જમીન છે એમ રેવન્યુ રેકોર્ડ પરથી સ્પષ્ટ છે.
આ જમીન અંગે હાથીયાભાઈ હેભાભાઈ દ્વારા તા. ૨૭–૯–૨૦૧૭થી ઝોનીંગ સર્ટીફીકેટ તથા ડીપી પાર્ટ પ્લાન મેળવવામાં આવેલ છે. આ જમીનો અંગે મામલતદાર જામનગર ગ્રામ્ય દ્વારા તા. ૨૨-૯-૨૦૧૭ ના હુકમ કરી, એકત્રીકરણ કરવામાં આવી છે.એકત્રીકરણ થયેલ આ જમીન જસ્મીન જમનભાઈ ફળદુ દ્વારા હાથીયાભાઈ એભાભાઈના વારસો પાસેથી રજીસ્ટર્ડ દસ્તાવેજ નં. ૨૪૪, તા. ૨૭–૩–૨૦૧૯ ના પાકા રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવામાં આવી છે. હાલ રેવન્યુ રેકર્ડમાં જસ્મીન જમનભાઈ ફળદુનું નામ અને ચોખ્ખી માલિકી સ્પસ્ટ થયેલ છે.
હાલના ખાતેદાર જસ્મીન જમનભાઈ ફળદુએ કાયદાની જોગવાઈ મુજબ આ જમીનો અંગે કલેકટરના હુકમ મુજબ પ્રીમીયમ ભરી બીનખેતી કરાવેલ છે. ઉપરાંત જામનગર વિસ્તાર વિકાસ સતામંડળના હુકમથી લે–આઉટ મંજુર કરાવેલ છે.જમીન મલિક જશમીન ફળદુના જણાવ્યા મુજબ, પાંચ વર્ષ પૂર્વે આ જમીન ખરીદ કરી ત્યારે મહેસુલના તમામ નિયમો મુજબ કરવામાં આવી છે. મહેસુલને આધીન તમામ દસ્તાવેજ કરાયા છે. વેચાણ દસ્તાવેજ અને બિન ખેતી સહિતની બાબતો મહેસુલી ફોર્મ્યુલા અંતર્ગત જ કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ ૧૯૮૦થી ૨૦૧૯ દરમીયન જમીનની હરાજી, હેતુફેર, ખાલસા, રિગ્રાન્ટ, એકત્રિકરણ અને ખરીદી દસ્તાવેજ, બિનનખેતી સહિતની બાબતોમાં સંપૂર્ણ રીતે મહેસુલને આધીન કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં કોઈ કામ બિન કાયદાકીય છે જ નહીં, આ જમીન વિવાદ વિષે કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલી રજુઆત સત્ય થી વેગળી છે.
સાગર સંઘાણી