રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ચરણમાં હજારો ભાવિકોએ ભાવ-ભક્તિ અને શ્રધ્ધા અર્પણ કરીને ઉજવ્યો ભવ્યાતિભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ
હજારો આત્માનાં ગુરુનું પૂજનીય સ્થાન ધરાવીને સહુંનું કલ્યાણ કરી રહેલાં પુજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે પાવનધામ કાંદિવલીના આંગણે ગુરુ પૂર્ણિમાનો પાવન મહોત્સવ ૩૦૦૦થી વધુ ભાવિકોએ અત્યંત્ત ભાવ-ભક્તિ અને શ્રધ્ધાપૂર્વક ઉજવ્યો.
કોલકત્તા, ચેન્નઇ,ગુજરાત, સૌરાષ્ટ્ર અને સમગ્ર મુંબઇ તેમજ અમેરિકા, સુદાન, દુબઇ અને સિંગાપોરથી પધારેલાં હજારો ગુરુ ભક્તોએ આત્મકમલના પ્રતિક સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીનું અત્યંત ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું.
આ પાવન અવસરે ગુરુની સાથે સોથ મોક્ષની સહકર્મિતા સાધવાની સુંદર થીમ સાથે આયોજિત કરવામાં આવેલાં ગુરુ પૂર્ણિમાના આ કાર્યક્રમનું ગુરુ-પરામાત્મા પ્રત્યેની શ્રધ્ધા અને સમર્પણભાવનું મહત્વ દર્શાવતાં કહ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં કોઇને કોઇ એક તત્વ શ્રધ્ધાપાત્રનું સ્થાન ધરાવતાં હોય છે. અને એ શ્રધ્ધાપાત્ર પ્રત્યેની શ્રધ્ધાનું માપદંડ સમયની સાથે સાથે આવતી પરિસ્થિતિઓમાં નક્કી થતું હોય છે. જેવી રીતે, શરીરના બ્લડ કાઉન્ટ ટેસ્ટીંગ માટે લેબોરેટ્રી હોય છે એવી જ રીતે ગુરુ-પરામાત્મા પ્રત્યેની શ્રધ્ધાના કાઉન્ટ સમય‚પી લેબોરેટ્રીમાં નક્કી થતાં હોય છે. જે શિષ્ય ગુરુની લબ્ધી અને સિધ્ધીઓ ‚પી બાહ્ય અસ્તિત્વ કરતાં પણ ગુરુની આંતરિક ચૈતન્ય દશા સાથે સહકર્મિતા સાધે છે એનો માત્ર આ ભવ જ નહિં પરંતુ ભવોભવ સાર્થક થઇ જતાં હોય છે. આ અવસરે પૂજ્ય નમ્રમુનિ ગુરુદેવશ્રીએ પોતાના ઉ૫કારી તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવ સાથેના શ્રધ્ધા સંસ્મરણો રજુ કરીને કહ્યું હતું કે, ગુરુની એક પળની દ્રષ્ટિ માત્રમાં પણ અનંત જ્ઞાન પ્રાપ્તિ કરાવવાની ક્ષમતા અને ગુરુની દરેક ઉપેક્ષા કે દરેક પરિક્ષાના શિષ્યના આત્માનું અનંત હિત સમાયેલું હોય છે. પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજીએ ગુરુની ક‚ણા અને સમર્પણભાવનું મહત્વ સમજાવતું સુંદર પ્રવચન આપીને સહુને પ્રેરિત કર્યા હતા. પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણમાં આજીવન સંયમ જીવનની પ્રેરણા કરી હતી. દુબઇના ગુરુ ભક્ત શ્રી સમીરભાઇ શેઠ અને શ્રી સ્વાતીદીદી કામદારે પણ વક્તવ્ય દ્વારા જીવનમાં ગુરુની કૃપાનું મહત્વ દર્શાવ્યું હતું. શ્રી વર્ધમાન સ્થાનકવાદી પાવનધામ જૈન સંઘમાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રીના વિનય વર્ષાવાસ ચાતુર્માસ દરમ્યાન જે આગમ સૂત્રનું જ્ઞાન પ્રવચન દ્વારા આપવામાં આવશે એની પાવન પોથી સંત-સતીજીઓના કર કમલમાં અર્પણ કરવાનો મંગલ લાભ રાજકોટના શ્રી કંચનબેન શેઠ પરિવાર હસ્તે શ્રી જિગર ભાઇ શેઠ પરિવારે લીધો હતો. કોલકત્તા પારસધામના ભાવિકો દ્વારા સહકર્મિતાનો બોધ આપતી ભાવવાહી નાટિકા ‘એક બાર ફિર પુકાર લો’ની સુંદર પ્રસ્તૃતિ સાથે આ ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો.