કુંભ મેળામાં પ્રથમ શાહી સ્નાનના એક દિવસ પહેલા જ સંગમ તટ પર બનાવવામાં આવેલા દિગમ્બર અખાડાના એક ટેન્ટમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગને કારણે 12 ટેન્ટ સહિત સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા આગ પણ તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટને કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આગ જેવી દુર્ઘટનાનો સામનો કરવા માટે લેવામાં આવેલા પગલાંના ભાગરૂપે દિગંબર અખાડામાં લાગેલી આગને બુઝાવવા માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કર્યો હતો.
કુંભ મેળા માટે પ્રયાગરાજમાં સલામતીનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.કુંભ મેળો 55 દિવસ ચાલશે અને ચોથી માર્ચે સમાપ્ત થશે.આ વખતના કુંભ મેળામાં 13 લાખ યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ ભાગ લે એવી ધારણા છે. કુંભ મેળામાં પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે