કોઇપણ ક્ષેત્રમાં કેરિયર બનાવો, પણ પહેલા એક સારા માનવી બનવુ જરૂરી: હિતેનકુમાર રાજકોટ
રાજકોટવાસીઓ સાથે નવીનતર પ્રયોગોમાં પણ મોખરે છે. ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓ માટે ફિલ્મ મેકીંગનાઅંગેના માર્ગદર્શનના હેતુથી ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેનકુમારે શહેરની જાણીતી ક્રિશ્નાઈન્ટરનેશનલ સ્કુલ ખાતે ગઈકાલે એક ખાસ વાર્તાલાપનું આયોજન કર્યું હતુ જેમાં ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર હિતેનકુમારે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને એકટીંગ અને ફિલ્મ મેકીંગઅંગે માહિતી આપી હતી. હિતેનકુમારે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણાકરીને તેમના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આગામી સમયમાં હિતેનકુમારદ્વારા સ્કુલમાં દર વર્ષે વર્કશોપ યોજવાની ખાત્રી આપીહતી.
શહેરના ભાગોળે આવેલી ત્રંબામાં આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજનકરવામાં આવે છે.જેના ભાગરૂપે ફિલ્મ એકટીંગ અને ફિલ્મ મેકીંગઅંગે માહિતી આપવા એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ઉપરાંત હિતેનકુમારે વિદ્યાર્થીઓના એકટીંગ અને ફિલ્મ મેકીંગઅંગેના પ્રશ્નોના જવાબ આપીને તેમની ઉત્કૃષ્ટાને ન્યાય આપ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે સવાલો જવો કર્યા બાદ થયેલાહિતેનકુમારે દર વર્ષે બે દિવસ માટે ક્રિષ્ના સ્કુલમાં વર્કશોપ યોજવાની પણ જાહેરાતકરી હતી. હિતેનકુમારની આ જાહેરાતનો વિદ્યાર્થીઓએ તાળીઓનાં ગડગડાટથીવધાવી લીધી હતી.
આ તકે ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલના ટ્રસ્ટી તૃપ્તીબેન ગજેરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેથતી વિવિધ કાર્યક્રમો અંગેની વિગતો આપી હતી.
આજે જયારે હિતેનકુમાર ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કુલમાંઆવ્યા, તેમણે વિદ્યાર્થીઓ સાથે ખૂબજ ઉપયોગીવાતો શેર કરી ખાસતો વિદ્યાર્થીઓને કેરીયર માર્ગદર્શન અંગે માહિતી આપી હતી. મનમાં ફિલ્મજગતને લઈ અનેક સપનાઓ હોઈ છે. ત્યારે તેઓએ કિધુ હતુ કે, તમે કોઈ પણ ક્ષેત્રમાં કેરીયર બનાવો પણ એક સારામાણસ બનો, એમની વાત ખૂબજ ગમી ઉપરાંત વિદ્યાર્થીઓમાં પણ હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો. અત્યારે વિદ્યાર્થીઓને માત્ર એન્જીનીયર, ડોકટર બનવું જ જરૂર નથી. માત્ર જરૂર છે.
એક સારા માણસ બનવાની જેથી આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને વિદ્યાર્થીઓને પણ ખૂબજ મજા આવી.