પેન્ટ્રીવાનમાં ગંદકીની વ્યાપક ફરિયાદોને પગલે રેલવે મંત્રાલય દ્વારા લેવાયો નિર્ણય: લાઈવ ફુટેજ ઓનલાઈન દેખાશે.
લાંબા અંતરની મુસાફરી દરમિયાન યાત્રિકોને ફરજીયાતપણે રેલવેના રસોડામાં રાંધેલો ખોરાક ખાવો પડે છે ત્યારે લોકોને સારી સવલત સાથે રસોડામાં શું રંધાઈ રહ્યું છે તેની જાણકારી મળે તે માટે રેલવે મંત્રાલયે મહત્વનો નિર્ણય લઈ રેલવે રસોડામાં તે માટે રેલવે મંત્રાલયે મહત્વનો નિર્ણય લઈ રેલવે રસોડામાં લાઈવ ફુટેજ યાત્રિકોને બતાવવા નિર્ણય લીધો છે. આ માટે યાત્રિકોને રેલવે મંત્રાલયની વેબસાઈટની મુલાકાત લઈ લાઈવ સ્ટ્રીચીંગ જોઈ શકશે.
રેલવે અને કોલસા મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, મુસાફરોને સલામતીની સામે સારી સુવિધા મળે તે હેતુથી રેલવે મંત્રાલય દ્વારા સિસ્ટમમાં પારદર્શિતા લાવવા આઈઆરટીસીના ૨૦૦ રસોડામાં ઉમેરો ગોઠવવામાં આવ્યા છે. હાલનાં તબકકે દિલ્હી, મુંબઈ, ભુવનેશ્ર્વર સહિતના આઈઆરટીસીના રેલવેમાં સીસીટીવી ગોઠવવામાં આવ્યો છે. જેનું લાઈવ સ્ટ્રીમીંગ રેલવે વિભાગની સતાવાર વેબસાઈટ પરથી જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગનાં રસોડામાં તૈયાર થતા ખોરાકને લઈ અગાઉ અનેક સવાલો ઉઠયા છે ત્યારે રેલવે મંત્રાલય દ્વારા પારદર્શિતા લાવવા માટે આ પ્રયોગ શરૂ કરાયું હોવાનું સતાવાર સુત્રો જણાવી રહ્યા છે.
દરમિયાન રેલવે મંત્રી પિયુષ ગોયલે ઉમેર્યું હતું કે, રેલવે મંત્રાલય ગુણવતાને લઈ કોઈ બાંધછોડ નહીં કરે આ નવી કેમેરા સિસ્ટમ એટલી આધુનિક છે કે જો કોઈ રેલવે કિચનમાં કામ કરતા માણસોએ ડ્રેસ નહીં પહેર્યો હોય તો કેમેરા આપો આપ જ સંબંધિત રેલવે કોન્ટ્રાકટર અને રેલવે વિભાગને રીપોર્ટ મોકલશે અને ખોરાકની ગુણવતાને લઈને પણ સાવધાની રાખવામાં આવશે.