મહિસાગરના પલ્લા ગામે આવેલા ખોડીયાર માંના મંદિરમાં માતાજીની મૂર્તિ સમક્ષ બેઠેલા મગરને માતાજીની પધરામણી સમાન ગણીને શ્રઘ્ધાળુઓએ કુમ કુમનો ચાંદલો કરી પૂજન અર્ચન કર્યુ
શ્રઘ્ધાનો જો હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી આ કહેવતને મહિસાગર જીલ્લાના પાલ્લા ગામના લોકોએ કદાચ સત્ય ઠેરવી માઁ ખોડીયારનું વાહન ગણાતો મગર માં ખોડીયારના મંદીરમાં પ્રવેશતા શ્રઘ્ધાળુઓ મગરના દર્શન માટે ઉમટી પડયા હતા અને માતાજીની મૂર્તિ સમક્ષ બેઠેલા મગરની શ્રઘ્ધાળુઓએ કુમ કુમનો ચાંદલો કરી પુજન કરી ક્ધયતા અનુભવી હોય તેવો માહોલ સર્જાયો.
મંદિરમાં મગરના પ્રવેશની સમગ્ર ધટના એવી છે કે મહિસાગર જીલ્લામા આવેલા ખોડીયાર માતાના એક મંદીરમાં અચાનક જ પ્રવેશેલા મગરની સમગ્ર પંથકમાં વાત ફેલાતા શ્રઘ્ધાળુઓની ભીડ જમા થઇ ગઇ હતી. જો કે વન વિભાગના અધિકારીઓએ તેને સુરક્ષિત બહાર કાઢયો હતો. આ અંગે અધિકારીના જણાવ્યા પ્રમાણે ખોડીયાર માતા પટેલ સમુદાયની અધિષ્ઠાથી દેવી છે. અને તેમને ધાર્મિક સાહિત્યોમાં મગરની સવારી કરતા બતાવાય છે. તેના લીધે મંદીરમાં મગર આવતા શુભ માનવામાં આવે છે જેને કારણે ગ્રામીણોએ મગરની પુજા અર્ચના કરી જેને કારણે વન વિભાગના રેસ્કયુ અભિયાનમાં લગભગ બે કલાકનો વિલંબ થયો.
આ અંગે લુનવાડા વન વિભાગના અધિકારી આર.વી. પટેલે કહ્યું કે લુનવાડાના પલ્લા ગ્રામમાં જમા થયેલા લોકો મંદીરમાં મૉ ખોડલની મૂર્તિની પાસે બેેઠેલા મગર પૂજા કરવા લાગ્યા અને આરતી ઉતારવા લાગ્યા મહિસાગરના ઉપવન સંરક્ષક આર.એમ. પરમારે કહ્યું હતું કે મંદિરમાં જમા થયેલા લોકોને કારણે રેસ્કયુ અભિયાનમાં લગભગ બે કલાક મોડું થયું. વધુમાં તેમણે કહ્યું કે આ વિસ્તારના જળાશયો મોટી સંખ્યામાં મગર છે. ઘણીવાર ભોજનની શોધમાં તેઓ ચાર-પાંચ કિલોમીટર દૂર નીકળી જાય છે.
વધુમાં તેમણે ઉમેયુ કે, આ મગર લગભગ ચાર વર્ષનો છે અને સંભવત: આરામ કરવા માટે મંદિરમાં આવી ગયો હતો. અને દર વર્ષે લગભગ ૩૦ થી ૩પ મગરોને રેસ્કયુ કરીએ છીએ. આમ માં ખોડલના મંદિરમાં પ્રવેશેલા મગરે શ્રઘ્ધાળુઓની શ્રઘ્ધામાં વધુ મજબૂત કરી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો શ્રઘ્ધાળુઓએ મગરની પૂજા કરતાં મૉ ખોડલ તારા પરચા અનેક ના ભકિતસભર ગીતને જાણે સાકાર કર્યુ હોય તેવું લાગી રહ્યું હતું.