વ્હોરા તથા કોળી સમાજની મીટીંગમાં પુનમબેન માડમને આવકાર
ખંભાળીયાના મોવાણ ભાડથરમાં ભાજપના ઉમેદવાર પુનમબેન માડમનું કાર્યકર્તા સંમેલન
તાજેતરમાં ખંભાળીયાના વાડીનાર, ધરમપુર, શકિતનગર, વાડીનાર, સલાયા, બારા, હજડાપર, બજાણા વિગેરે વિસ્તારોમાં સંસદના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમાં ભારે મોટી સંખ્યામાં ગ્રામજનો, કાર્યકરો, સરપંચો, ખેડુતો ઉમટયા હતા જે પછી તાલુકાના ભાડથર તથા મોવાણ ગામે કાર્યકર્તા સંમેલનમાં પણ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા હતા તથા પુનમબેનને મજબુત લીડથી જીતાડવા કોલ આપ્યો હતો.
તાલુકાના મોવાણ ગામે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં મોવાણ, ગોકુલપુર, માધુપુર, પીપળીયા, સિઘ્ધપુર ખજુરીયા વિગેરે ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમને ભાજપના આગેવાનો મુળુભાઈ બેરા, મેઘજીભાઈ કણઝારીયા, કાળુભાઈ ચાવડા, પ્રવિણભાઈ માડમ વિગેરેએ સંબોધન કર્યું હતું. મેઘજીભાઈ કણઝારીયાએ ભાજપના સમયમાં થયેલા ગામના પાણીનો પ્રશ્ન હલ કરવો, રસ્તા બનાવવા તથા વિકાસ કાર્યોનો ખ્યાલ આપીને વિકાસ અવિરત ચાલુ રાખવા માટે પુનમબેન માડમને મત આપી વિજયી બનાવવા હાંકલ કરી હતી તથા પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાએ પાંચ વર્ષમાં દેવભૂમિ જિલ્લામાં ગુજરાત તથા કેન્દ્ર સરકારના સહયોગથી થયેલા કાર્યો અંગે જાણકારી આપી સરકારની વિવિધ યોજનાઓથી થયેલા વિકાસની ઝાંખી કરાવી હતી.
લોકસભાના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ દ્વારા પણ તેમના કેન્દ્રમાંથી જિલ્લાના વિકાસ માટેના પ્રયાસો તથા કાર્યો વર્ણવી કેન્દ્રમાં મજબુત અને ખેડુતલક્ષી સરકાર લાવવા માટે તેમને મત આપવા અપીલ કરી નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવા જણાવ્યું હતું. મોવાણ મીટીંગમાં તા.પં.સદસ્ય રાજુભાઈ ગોડીયા, સિઘ્ધપુરના સરપંચ પરમાર, હડીપલ તથા પૂર્વ સરપંચો તા.પં.સદસ્યો, ગ્રામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખંભાળિયાના ભાડથર ગામે પણ ભાજપના ઉમેદવાર પુનમબેન માડમના સમર્થનમાં શેરડી (ઠાકર), કાનપર વોટડી, કેશોદ, વિંઝલપર, લાલપરડી, ધતુટીયા, લાલુકા, ભાટા બેદાની, ભાડથરના આગેવાનો, સરપંચો, તા.પં.સદસયો તથા ખેડુતો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહીં પણ પૂર્વ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્ય તથા ગ્રીનકોના ચેરમેન મેઘજીભાઈ કણઝારીયા તથા ઉમેદવાર પુનમબેન માડમે પ્રવચનો કર્યા હતા. કોંગ્રેસ પાસે કોઈ મુદો જ નથી તથા જિલ્લામાં પાકવીમા માટે તથા ટેકાના ભાવે પાકની ખરીદી માટેના સારા પરીણામો લોકોએ વધાવ્યા હતા તથા સરકારના વિકાસ કાર્યોથી પ્રસન્નતા અને સંતોષ વ્યકત કરી પુનમબેનને મત આપવા સંકલ્પો કર્યા હતા.