12મી મેના રોજ કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. હવે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરાઇ છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી સમયે શરૂઆતમાં જ બન્ને વચ્ચે ટક્કર જોવા મળી હતી, પરંતુ હાલમાં જે.ડી.એસ. પણ ત્રીજા મોટા મોરચા તરીકે આગળ આવી રહ્યું છે ..
આ મત ગણતરી મુજબ કર્ણાટક વિધાનસભા ચુટણીમાં ભાજપ 114, કોંગ્રેસ 66, જેડીએસ 40 બેઠક પર આગળ છે. હાલ ભાજપ તરફ લહેર મોદી લહેર યથાવત છે તેવું હાલની દ્રષ્ટીએ કહી શકાય છે. આ વખતે યેદૂરપ્પાની વાપસીથી કર્ણાટકમાં મતદાન વધવા પામ્યું છે અને ભાજપને તેનો લાભ થાય રહ્યો છે. હાલનું પરિણામ જોતાં ચૂંટણીમાં લિંગાયત સમુદાય ભાજપા તરફ વડી રહ્યો છે, અને સાથે નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવેલ 21 રેલિયો જે સૌથી વધુ ફાયદો કરેલ છે.
આ વિધાનસભા ચૂંટણીમાં એક તરફ સિદ્ધારમૈયા અને બીએસ યેદિયુરપ્પા વચ્ચે ખુરશી માટે જંગ છવાઈ છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે જંગ જોવા મળી રહી છે.
આ ચુકાદો ભાજપ માટે 2019 પહેલો ચુકાદા જેવો છે જ્યારે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. કુલ 224 બેઠકો માંથી 222 બેઠકો પર ચૂંટણી યોજાય હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com