વચનોની લ્હાણી સાથે ભાજપ, કોંગ્રેસ, એન.સી.પી દ્વારા મેનીફેસ્ટો જાહેર
જૂનાગઢ મહાનગરપાલિકા ચુટણી માં હાલ રાજકારણ ચરમસીમા એ પહોચવા પામ્યુ છે બન્ને પક્ષના ઉમેદવારોની પસંદગી ના સમયથી સ્થાનિક રાજ કારણમા ઉઠેલા વંટોળીયા પ્રજાને ઘણુ બધુ ન જોવાનું દેખાડી ગયા છે મતદાન બાદ કોય પક્ષ હારે કે જીતે એ તંદુરસ્ત લડાય છે પરંતુ ચુટણી જાહેર થયા બાદ ચુટણી લડવા થન ગનતા નીરીક્ષકો પાસે લાઇવમાં ઉભેલા ઉમેદવાર ગણતરીના દિવસોમાં ફસકી પડે ?
એ વાત હાલ સ્થાનિક રાજકારણ ની વર્તમાન પરિસ્થિતિની ચાડી ખાય છે ગયકાલે મુખ્ય રાજકીય પક્ષો સાથે એન.સી.પી સહિતના ઓએ પોત પોતાનો ચુટણી ઢંઢેરો જાહેર કર્યો હતો જેમાં પણ નીરસ વાતોથી સ્થાનિક પ્રજાજનને નિરાશા સાપડી હતી
જૂનાગઢ મહાનગરપાલિકા ચુટણી અતીમ તબ્બકા તરફ આગળ વધી રહી છે ત્યારે સ્થાનિક રાજકારણમાં ભરપૂર ગરમાવો જોવા મડી રહ્યો છે કોંગ્રેસ મતદાન સુધી પહોચે એ પહેલાં વોર્ડ નંબર ત્રણ થી શરુ થયેલ ફોર્મ પરત ખેંચવાનો પરંપરા ફોર્મ પરત ખેંચવાની મુદત પુરી થયા બાદ પણ અટકવાનું નામ લેતી નથી ગયકાલે વોર્ડ નંબર તેરના ઉમેદવાર લક્ષ્મણ રાવલીયા એ કોંગ્રેસ ને અલવિદા કરી ભાજપ માં જોડાતા કોગ્રેસ ના કુલ નવ ઉમેદવારો હથીયાર હેઠા મુકી હાર સ્વીકારી લીધી છે જેના કારણે કોંગ્રેસ શરમ જનક સ્થિતિમાં મુકાઈ છે સાથે સાથે ગયકાલે મુખ્ય બે પક્ષો સહિત એન.સી.પી દ્વારા ચુટણી ઢંઢેરાની પણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભાજપ દ્વારા રોડ, રસ્તા,ગટર, લાઇટ, પાણી, સહિત રોપ વે અને સિંહ દર્શન શરુ કરવા જેવી લોભામણી જાહેરાતો કરી હતી આ ઉપરાંત અગાવ જાહેર થયેલા કૌભાંડમાં કોઈ પદાધિકારી સામેલ હસે તો દોસિતોને શિક્ષા કરી પ્રજાનાં નાણાની રિકવરી કરાશે તેવી જાહેરાત કરી હતી જ્યારે આ જાહેરાતો સામે વિરોધ પક્ષના નેતાએ અગાવ ભ્રષ્ટાચાર યુક્ત થયેલા કામોના ફોટા સાથે થયેલા વિકાસ કામોની ટકાવારીની જાહેરાત કરવા ટકોર કરી હતી સાથે પચીસ કરતા વધુ મુદ્દાઓ સાથે છેક સાંજના સુમારે મેનીફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો સાથે સાથે પસંદગીના સમયે નારાજ થઈ શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેનાર વિનુ અમીપરા ની ખાલી પડેલી જગ્યા પર કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સુરેશ વેકરીયાની પસંદગી કરવામાં આવી હતી
આ બધી જાહેરાતો સાથે નારાજ વોર્ડ નંબર ૧૧ ની મહિલા ઓએ વિસ્તારમાં કોઈ રાજકીય પક્ષો એ મત માગવા આવવુ નહી તેવા લગાવેલા બેનરો ચોરાયા આ અંગે ની પોલીસ ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી તેમજ ભાજપના ચુટણી પ્રચારમાં ઉતરેલા પ્રદેશ કક્ષાના નેતાઓને ખુલ્લી ચર્ચા કરવા આહ્વાન આપ્યું હતું