મેંદરડામાં ૩॥ ઈંચ, લાલપુર-સોનગઢમાં ૩ ઈંચ, ડેડીયાપાડા-માળીયા હાટિના,માણાવદર,ભૂજ અને ધ્રોલમાં ૨॥ ઈંચ, કેશોદ,ભાવનગર,કપડવંજ,દાંતા,કુતિયાણા,વાંકાનેરમાં ૨ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં કાચુ સોનુ વરસતા જગતાત ખુશખુશાલ
વાયુ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં ચોમાસુ મોડુ શરૂ થશે તે વાતના છેદ ઉડી ગયા છે. અલનીનોની અસરનું બાષ્પીભવન થઈ જતાં રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. મંગળવારે ગુજરાતના ૩૧ જિલ્લાના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. હાલ ગુજરાત અને તેની સાથે જોડાયેલા મધ્યપ્રદેશ પર અપરએર સાયકલોનિક સકર્યુલેશન સક્રિય હોવાના કારણે રાજ્યમાં આગામી બે દિવસ માટે આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં પણ નવું લો-પ્રેસર બની રહ્યું છે જેની અસરતળે આગામી સપ્તાહે પણ વરસાદની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૧૪૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૯૦ મીમી પડયો છે. આ સાથે આજ સુધીમાં રાજ્યમાં મૌસમનો કુલ ૮ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. કચ્છના ભુજ તાલુકામાં ૬૨ મીમી વરસાદ પડયો હતો. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ કૃપા વરસાવી હતી. પાટણના રાધનપુરમાં ૧૭ મીમી, બનાસકાંઠાના દાતામાં ૪૮ મીમી, કાંકરેજ અને દિયોદરમાં ૨૬ મીમી, ભાંભરમાં ૨૫ મીમી, પાલનપુરમાં ૨૩ મીમી, અમીરગઢમાં ૧૭ મીમી, ડિસામાં ૧૦ મીમી, બનાસકાંઠાના કોષીનામાં ૨૪ મીમી, અરવલ્લીના ભાયડમાં ૧૧ મીમી, પૂર્વ મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લાના કપડવંજમાં ૪૮ મીમી, મહુધામાં ૧૫ મીમી, આણંદ જિલ્લાના આણંદ શહેરમાં ૨૬ મીમી, અંકલાવમાં ૨૨ મીમી, બોરસદમાં ૧૭ મીમી, પેટલાદમાં ૧૬ મીમી, વડોદરા જિલ્લાના કરજણમાં ૨૯મીમી, સાવલીમાં ૧૮ મીમી, સીન્હોરમાં ૧૬ મીમી, વાઘોડીયામાં ૨૩ મીમી, ડભોઈમાં ૧૦ મીમી, છોટાઉદેપુરના સનખેડામાં ૨૯ મીમી, બોડેલીમાં ૧૧ મીમી, પંચમહાલના ઘોઘાંબામાં ૧૦ મીમી, કલોલમાં ૧૦ મીમી, મહિસાગરના બાલાસીનોરમાં ૧૦ મીમી, દાહોદના સિંઘવડમાં ૧૪ મીમી, સંજેલીમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.
સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે મેઘરાજાએ કૃપા વરસાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ૩૦ મીમી, મુળીમાં ૧૨ મીમી, ચોટીલામાં ૧૧ મીમી, મોરબી જિલ્લાના વાંકાનેરમાં ૪૦ મીમી, મોરબી શહેરમાં ૧૫ મીમી, જામનગર જિલ્લાના લાલપુરમાં ૬૯ મીમી, ધ્રોલમાં ૫૮ મીમી, પોરબંદરના કુતિયાણામાં ૪૪ મીમી, રાણાવાવમાં ૧૦ મીમી, જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં ૯૦ મીમી, માણાવદર અને માળીયા હાટિનામાં ૬૩ મીમી, કેશોદમાં ૫૫ મીમી, વિસાવદરમાં ૩૦ મીમી, ગીર-સોમના જિલ્લાના ગીરગઢડા જિલ્લામાં ૧૪ મીમી,સુત્રાપાડામાં ૨૪ મીમી, અમરેલીના સાવરકુંડલામાં ૧૨ મીમી, ભાવનગર જિલ્લાના ભાવનગર શહેરમાં ૫૨ મીમી, ગારીયાધારમાં ૧૬ મીમી, તળાજામાં ૧૩ મીમી જયારે બોટાદ જિલ્લાના રાણપુરમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દ.ગુજરાતમાં સાવત્રીક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં ભરૂચ જિલ્લાના નેત્રાંગમાં ૪૦ મીમી, ભરૂચ શહેરમાં ૩૫ મીમી, જંબુસરમાં ૨૫ મીમી, અંકલેશ્ર્વરમાં ૧૮ મીમી, હનસોટમાં ૧૩ મીમી, ઝગડીયામાં ૧૬ મીમી, નર્મદા જિલ્લાના ડેડીયામાં ૬૪ મીમી, ગુરૂડેશ્ર્વરમાં ૩૩ મીમી, તિલકવાડામાં ૧૫ મીમી, તાપી જિલ્લાના સોનગઢમાં ૬૭ મીમી, વાલોદમાં ૩૪ મીમી, દોલવાડમાં ૨૦ મીમી, સુરત જિલ્લાના માંડવીમાં ૧૬ મીમી, ઓલપાડમાં ૧૬ મીમી, પાલસાણામાં ૨૬ મીમી, ઉમરપાડામાં ૧૬ મીમી, નવસારીના વાસંદામાં ૧૭ મીમી, વલસાડના કપરાડામાં ૧૩ મીમી જયારે ડાંગના વઘઈમાં ૭ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારી રાજ્યભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે ૬ થી ૮ સુધીના બે કલાકના સમયગાળામાં રાજ્યના ચાર તાલુકામાં હળવા ઝાપટા પડયા હતા. આગામી બે દિવસ સુધી હજુ વરસાદની આગાહી આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બે દિવસ વરસાદની આગાહી
ગુજરાત અને તેની સાથે જોડાયેલા ઉત્તર મધ્યપ્રદેશ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં હાલ દરિયાઈ સપાટીથી ૧.૫ થી લઈ ૨.૧ કિ.મી.ની ઉંચાઈ પર અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાઈ છે. જેની અસરતળે આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ અને કચ્છમાં અમુક સ્થળે અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે દ.ગુજરાતના ભરૂચ, નર્મદા, નવસારી, ડાંગ, તાપીમાં અમુક સ્થળે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આવતીકાલે ઉતર ગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. અપરએર સાયકલોનિક સકર્યુલેશનની અસરતળે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ યાવત રહેશે.
બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર બને તેવી સંભાવના
ગુજરાતમાં વિધિવત રીતે નૈઋત્યનું ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. છેલ્લા બે દિવસી રાજ્યભરમાં મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. અપરહેર સાયકલોનિક સકર્યુલેશનની અસરતળે આગામી ૨ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રીક વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. ત્યારે જાણીતા હવામાન શાથી અશોકભાઈ પટેલના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં આગામી ૪ થી ૫ દિવસમાં નવું લોપ્રેસર બને તેવી સંભાવના છે. જેની અસરતળે આવતા સપ્તાહે ગુજરાતમાં વરસાદની શકયતા છે. તેઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ મુંબઈને આવરી અને નોર્થ અરબી સમુદ્રમાં દાખલ થઈ ચૂકયું છ. સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયાઈ પટી તેમજ દક્ષિણ ગુજરાત સુધી ચોમાસુ પહોંચી ગયું છે. ચોમાસાની અરબી પાંખ હાલ નોર્થ અરબી સમુદ્રમાં વેરાવળ, સુરતી ઈન્દોર બાજુ જાય છે. એકયુએસી ગુજરાત અને તેને લાગુ પશ્ચિમ મધ્યપ્રદેશ અને મધ્યમ મહારાષ્ટ્ર તરફ છે. બંગાળની ખાડીમાં આગામી ૪ થી ૫ દિવસમાં નવુ લોપ્રેસર બને તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.