ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ૨૧૦૦ માંથી માત્ર ૫૩ વિઘાર્થીઓ જ પાસ થયા
માર્ચ ૨૦૧૮માં જે વિઘાર્થીઓ ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧ર ની પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેવા વિઘાર્થીઓ માટે પુરક પરીક્ષાનો કાર્યક્રમ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરી દેવામાં આવે છે પુરક પરીક્ષાનું પરીણામ જાહેર થઇ ગયું છે જુનાગઢ જીલ્લામાંથી ધો.૧૦ અને ૧ર ના કુલ ૩૯૬૩ વિઘાર્થીઓએ પરીક્ષા આપી હતી.
જેમાંથી માત્ર ૭૫૯ વિઘાર્થીઓ પાસ થયા છે. બોર્ડનું પરિણામ સાથે પુરક પરીક્ષાનું પરીણામ નબળુ આવતા જીલ્લામાં શિક્ષણનું સ્તર નબળું હોય તેમ સામે આવી રહ્યું છે. બોર્ડની પરીક્ષાએ આગળના અભ્યાસ માટે તેમજ જીવન ઘડતર માટે ખુબ અગત્યનો પડાવ છે. અને કોઇ કારણસર નાપાસ થવાય તો આગળની શૈક્ષણિક યાત્રા અટકી જાય છે.
પુરક પરીક્ષાએ વર્ષ બગાડયા વગર રેગ્યુલર પરીક્ષામાં રહી ગયેલી ઉણપ અથવા ખામીઓને સુધારવાની અંતમિ તક હોય છે. રેગ્યુલર પરીક્ષાના સમયે તૈયારીમાં કચાસ રહેવી કોઇ આકસ્મિક કારણ બનવું બીમારી આવવી જેવા કારણોથી ઘણીવખત હોશીયાર વિઘાર્થી પણ નાપાસ થઇ જતા હોય છે.
તેમના માટે પુરક પરીક્ષા આશીર્વાદ રુપ છે પરંતુ તેમ છતાં પણ વિઘાર્થીઓ પુરક પરીક્ષા પાસ કરી શકતા નથી ધો.૧૦ ના કુલ ૧૫૫૮ છાત્રોમાંથી ૧૯૭ છાત્રો પાસ થયા હતા. અને ૧૩૬૧ છાત્રો નાપાસ થયા હતા ધો.૧ર સા.. પ્રવાહમાં ૨૧૦૦ છાત્રોએ પરીક્ષા આપી હતી
જેમાંથી ૫૩ છાત્રો પસા થયા હતા અને ૧૫૪૭ છાત્રો નાપાસ થયા હતા. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૩૦૫ છાત્રોમાંથી ૧૯ છાત્રો પાસ થયા હતા જયારે ૨૮૬ છાત્રો નાપાસ થયા હતા આમ ધો.૧૦ નું ૧૨.૬૪ ટકા, ધો.૧રનું સા. પ્રવાહમાં ૨૬.૩૩ ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું ૩.૨૩ ટકા પરીણામ આવ્યું હતું.