તાત્કાલીક પળે પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ગ્રામજનોની માંગ

જસદણના સવારે કેટલાક વિસ્તારોમાં સાતમાં દિવસે પાણી ન આવતા શનિવારે સવારે ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. શહેરમાં તો નગરપાલિકા વર્ષોથી એકાતરા પાણી વિતરણ કરે છે. પણ હમણા પાણી પુરવઠા બોર્ડ દ્વારા પુરતું પાણી ન મળતું હોય અને આલણ સાગર તળાવમાં પુરતી જળરાશિ ઉપલબ્ધ ન હોવાને કારણે ઉનાળાના પ્રારંભે સાત દિવસે એકવાર પાણી વિતરણ કરી નાખતાં એમાય આજે શનિવારે સાતમાં દિવસે પણ પાણી વિતરણ ન થતાં સામાન્ય પરિવારોમાં રાડ બોલી ગઇ હતી. ૧૯૯૫માં નગરપાલીકાનો જસદણને દરજજો મળ્યાં બાદ લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવતી પાલીકાના અત્યાર સુધીના શાસકો પદાધિકારીઓએ લાંબા ગાળાનું આયોજન કર્યુ નથી. આ વાસ્વવિકતા છે જેના કારણે સાત દિવસે પાણી મળે છે. હાલમા પાલિકા પાસે પીજીવીસીએલ અને પાણી પુરવઠા બોર્ડ કરોડો રૂપિયા માંગે છે.

ત્યારે જસદણમાં પીવાના પાણી અંગે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા લાંબાગાળાનું આયોજન કરે અને આ કાર્યમાં સાથ ન આપનારાઓ પર જરૂરી કાર્યવાહી કરે એવી લોકોમાં માંગણી ઉઠાવ પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.