જામનગર મહાનગરપાલિકા સમયાંતરે વિવાદમાં સપડાતી રહી છે. હાલ ઈપીબીએક્સ કોન્ટ્રાક્ટના નામની ચર્ચા ચાલી રહી છે.
નવી પાર્ટીને મેન્ટનન્સનો કોન્ટ્રાક્ટ અપાયો છે. જ્યારે બીજી તરફ હાલ ઈપીબીએક્સ ત્રણેક દિવસથી બંધ છે. તો નવી કોન્ટ્રાક્ટર પાર્ટી પાસે પૂરતો અનુભવ પણ નહીં હોવાનું જાણવા મળ્યું છે. મહાનગરપાલિકના અધિકારીઓ દ્વારા આ કોન્ટ્રાક્ટ કેવી રીતે અપાયો તે મણ એકનો સવાલ છે.
જામનગર મહાનગરપાલિકાના ઈપીબીએક્સના મેન્ટનન્સ માટે વાર્ષિક રૃપિયા બે લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ કહેવાય છે કે, જે પાર્ટીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેની પાસે કોઈ અનુભવ નથી. પરિણામે હાલ બે-ચાર દિવસથી મહાનગરપાલિકાનું ઈબીપીએક્સ બંધ હોવાથી આંતરિક ટેલિફોન સેવા બંધ છે.
આ અંગે જવાબદાર અધિકારીએ એમ જણાવ્યું હતું કે જે પાર્ટીની યોગ્યતા અંગે તપાસ કરવામાં આવશે.
વર્ષોથી જે પાર્ટી કામ કરતી હતી તેને એક ઝાટકે ઘરભેગી કરી દેવા માટે કોના ભેજામાં આઈડિયા આવ્યો હતો અને જે પાર્ટીને કામ અપાયું તેની પાસે નિયમ પ્રમાણેનો ત્રણ વર્ષનો અનુભવ છે ખરો?
એવી પણ ચર્ચા સંભળાઈ રહી છે કે પસંદગીની પાર્ટીને કામ આપવા આવો કારસો રચાયો હતો.
આ સમગ્ર પ્રકરણમાં એક અધિકારીની ભૂંડી ભૂમિકા અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,