કોરોનાના ભયે કવોરેન્ટાઈન કરાતા રોજેરોજનું કમાનારને મુશ્કેલી
જામજોધપુરમાં આરોગ્ય ખાતાના કર્મચારીઓ કોરોનાનો ભય ફેલાવી રહ્યા હોવાની લોકોમાં ફરિયાદ ઉઠી છે. કોરોનાના એકાદ પોઝિટીવ કેસ છતા હોમકવોરેન્ટાઈન કરવામાં આવ્યા રોજે રોજનું કમાઈ ખાનારાને મુશ્કેલી થઈ રહી છે. જામજોધપુરમાં કોરોનાના કેસ જોવા મળ્યા કેટલાય લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. આવી રીતે કેટલાય લોકોને હોમકવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આનાથી રોજેરોજનું કમાનાર લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકો કહે છે કે આરોગ્ય તંત્રે વેપારીઓ સહિત સામાન્ય નાગરીકોને ચેક કર્યાના બે ત્રણ દિવસ બાદ કેસ પોઝીટીવ આવ્યો છે તેમ કહી ઘરમાં કવોરેન્ટાઈન થવાનું કહી ભય ફેલાવ્યો છે. આ વિસ્તારમાં કોરોનાનો વધુ કહેર ન હોવા છતાં તંત્ર લોકોમાં ભય ફેલાવે છષ તેમ લોકો કહે છે.