ડી ગ્રેન્ડહોમે મેકલેનેઘનની ઇનિંગની છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતીબેંગ્લુરુ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની દરેક મેચમાં કોઈ ને કોઈ રેકોર્ડ બની રહ્યો છે. મંગળવારે મુંબઈ ઇન્ડિયન (ખઈં) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ) વચ્ચેની મેચમાં પણ એક અનોખો રેકોર્ડ બન્યો હતો.
આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગમાં બે વાર એવી અનોખી ઘટના બની કે જેમાં બે ખેલાડીઓએ એક જ બોલમાં ટીમના સ્કોરમાં ૧૩ રન જોડી દીધા.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બ્રેન્ડન મેક્કુલમે એક બોલ પર ૧૩ રન બનાવ્યા હતા. મેક્કુલમે આ જાદુ હાર્દિક પંડ્યાની બોલિંગમાં કર્યો હતો.
હાર્દિક પંડ્યાની ૧૦મી ઓવરનો બીજો બોલ કમરથી ઉપર હોવાને કારણે એમ્પાયરે તેને નો બોલ જાહેર કર્યો હતો. મેક્કુલમે આ બોલ પર સિક્સ ફટકારી હતી. નો બોલને કારણે મળેલી ફ્રી હીટમાં પણ મેક્કુલમે સિક્સ ફટકારી દીધી. આમ એક બોલમાં કુલ ૧૩ રન ટીમને મળ્યા હતા.
કોલિન ડી ગ્રેન્ડહોમે પણ મિશેલ મેકલેનેઘનની ઓવરમાં પણ આ કારનામું કર્યું. કોલિને ઇનિંગના છેલ્લા બોલમાં કમરથી ઉપરના બોલે સિક્સ ફટકારી હતી. એમ્પાયરે તેને નો બોલ આપ્યો હતો. ત્યાર બાદ ફ્રી હીટમાં પણ તેણે સિક્સ ફટકારી ટીમને છેલ્લા બોલે ૧૩ રન અપાવ્યા હતા.ડી ગ્રેન્ડહોમે મેકલેનેઘનની ઇનિંગની છેલ્લી ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com