પાકિસ્તાનમાં નિર્માણાધીન ચીનના ગ્વાદર બંદરના ભારત પાસે બે-બે જવાબ
આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં મોદી સરકારની ચાણકય નીતિ ખીલી રહી છે. અગાઉ ઈરાનના ચાબહાર પોર્ટનું સંચાલન હામાં લઈ પાકિસ્તાનને બાયપાસ કર્યા બાદ હવે ઓમાનના ડુકમ બંદરના સંચાલનમાં અગત્યનો ભાગ ભારત ભજવે તેવા પાસા ગોઠવાઈ ગયા છે. આ બંદર હામાં આવતા જ ચીનના ગ્વાદર બંદરને ઘેરવામાં ભારતીય કુટનીતિ કામિયાબ શે.
પશ્ર્ચિમ એશિયાના રાજકારણમાં પ્રમ પડાવમાં ભારત સરકારની આ સફળતાને મહત્વની ગણવામાં આવે છે. આ ઉપરાંત ભારત સરકારે યુનાઈટેડ આરબ અમીરાત સો સંયુકત નૌસેના કવાયત કરવાની તૈયારી પણ દાખવી છે. ડુકમ બંદર નજીક ૨૦૧૩-૧૪ી અમેરિકાની હાજરી છે. ત્યાં યુકે પણ બહોળો રસ ધરાવે છે. આ ઉપરાંત ચીનની કંપનીઓ પણ ધીમે ધીમે આ ક્ષેત્રમાં ભારે રોકાણ કરી રહી છે.
ઓગષ્ટ ૨૦૧૬માં ચીને આ ક્ષેત્રમાં ૩૫૦ મીલીયન ડોલરનું રોકાણ કર્યું હોવાનું જાણવા મળે છે.
સમુદ્રમાં એક તરફ ચાબહાર બંદરના માધ્યમી વહીવટ કરી ભારતને પાકિસ્તાનને ર્આકિ ક્ષેત્રે હાંસીયામાં ધકેલી દીધું છે. પશ્ર્ચિમ એશિયા તેમજ છેક રશિયા સુધી માલ-સામાનની કરવા માટે હવે પાકિસ્તાન નજીકી પણ પસાર વાની જરૂર રહેતી ની. આવીજ રીતે ઓમાનના બંદરને પણ સંચાલીત કરી ભારત હવે ચીન દ્વારા પાકિસ્તાનમાં નિર્માણાધીન ગ્વાદર બંદરનો પણ છેદ ઉડાવી દેશે.
તાજેતરમાં જ ચીને પાકિસ્તાનમાં નિર્મીત ગ્વાદર બંદરમાં સૈન્ય અડ્ડો બનાવવાની તૈયારી કરી હતી. જો કે વૈશ્ર્વિક કક્ષાએ આ વાતનો હોબાળો તાં ચીનને સૈન્ય અડ્ડો બનાવવાની ઈચ્છા ન હોવાનો ખુલાસો કરવો પડયો હતો. ભારતે આ વાતને ગંભીરતાી લીધી છે અને ચાબહારના વિકલ્પ‚પે ઓમાની બંદરમાં પણ રસ દાખવ્યો છે.