ઇન્ડિયન એકસપ્રેસના કર્મચારી મીડિયા કલબની ક્રિકેટ ટુર્નામેન્ટમાં હેડ લાઇન વતી બેટીંગ કરી માત્ર 18 બોલમાં 30 રન ફટકારી આઉટ થયા બાદ હાર્ટ એટેક આવતા ગ્રાઉન્ડ પર જ જીજ્ઞેશ ચૌહાણ ઢળી પડયો
અબતક સામેની પ્રથમ બેટીંગ દરમિયાન જ બનેલી કરુણ ઘટનાથી ટુર્નામેન્ટની રવિવારની તમામ મેચ રદ કરાઈ
આશાસ્પદ યુવાનનો અકાળે જીવનદીપ બુઝાતા રાજકોટના મીડિયા જગતમાં શોક: ત્રણ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવરામાં અરેરાટી
ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થશે તે ઉક્તિ રવિવારે સવારે રેસખોર્ષ ખાતેના માધવરાવ સિંધીયા કિ3કેટ ગ્રાઉન્ડ ખાતે કરુણ રીતે સાર્થક થઇ હતી. મિડીયા કલબ દ્વારા યોજાતી ઇન્ટર ક્રિકેટ ટૂુર્નામેન્ટમાં અબતક અને હેડ લાઇન વચ્ચે યોજાયેલા મેચમાં માત્ર 18 બોલમાં 30 રન ફટકારી હેડ લાઇનના બેસ્ટમેન જીજ્ઞેશ ચૌહાણ આઉટ થયા બાદ માત્ર પાંચ જ મિનીટ સુધી પોતાની જીંદનીની ઇનીંગ ટકાવી શક્યા હતા. આઉટ થઇ ક્રિઝ પરથી પેવેલીયનમાં પરત આવેલા જીજ્ઞેશ ચૌહાણને હાર્ટ એટેક આવતા તેની અબતક અને હેડ લાઇનના સ્ટાફ દ્વારા પમ્પીગ કર્ય હતું અને સારવાર માટે 108ની મદદ લીધી હતી પંરતુ જીજ્ઞેશ ચૌહાણ જીંદગીની ઇનીંગમાં હારી જતા સમગ શહેરના અખબારી આલમમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.
યુનિર્વસિટી રોડ પર આવેલા પ્રસીલ પાર્કમાં રહેતા અને ઇન્ડિયન એકસપ્રેસમાં માકેર્ટીંગનું કામ સંભાળતા જીજ્ઞેશ નટવરભાઇ ચૌહાણ પોતાના મળતાવળા સ્વભાવની સાથે સારો ક્રિકેટર હોવાની મિડીયા જગતના સ્ટાફ ુઉપરાંત સારુ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તા.15 જાન્યુઆરીથી શકુ થયેલી ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીજ્ઞેશ ચૌહાણ હેડ લાઇનની ટીમમાં સામેલ થયા હતા. દર રવિવારે યોજાતી ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં હેડ લાઇન અને અબતકની ટીમ આમને સામને રવા માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડમાં ઉતરી હતી.
પ્રથમ બેટીંગ હેડ લાઇન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાીં જીજ્ઞેશ ચૌહાણે 18 બોલમાં 30 રન બનાવી આઉટ થયા બાદ પેવેલીયનમાં પરત આવ્યાની માત્ર પાંચ જ મિનીટમાં છાતીમાં દુ:ખાવો શરુ થતા તેમને અબતક અને હેડ લાઇનના પ્લે.યર દ્વારા પમ્પીગ કરી પ્રાથમિક સારવાર આપી હતી. અને 108ની મદદ લઇ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યારે તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયાનું ફરજ પરના તબીબે જાહેર કરતા ઉપસ્થિત બંને અખબારના સ્ટાફ ગદગદીત બની ગયા હતા અને આંખમાં આશુ આવી ગયા હતા.
જીજ્ઞેશ ચૌહાણના પ્રેસ મિત્ર અને પ્રેસના ક્રિકેટરોની હાજરીમાં અકાળે થયેલા દુ:ખદ નિધનના કારણે ઇન્ટર પ્રેસ કિકેટ ટુર્નામેન્ટની રવિવારની બાકીની તમામ મેચ પડતી મુકવામાં આવી છે.
બે ભાઇમાં મોટા જીજ્ઞેશ ચૌહાણના નિધનના કારણે માત્ર ત્રણ વર્ષની માસુમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.