વેપારી અમદાવાદ ગયા બાદ તસ્કરોએ રોકડ, સોના ચાંદી અને હીરાના દાગીનાની તફડંચી કરી
ભાવનગરનાં ડોનચોક નજીક રહેતા વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનમાંથી રોકડ તથા સોના ચાંદી અને હીરાના ધરેણા મળી દસેક લાખની માલમતાનો હાથ ફેરો કરી પલાયન થઈ ગયાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઈ છે.પોલીસમાંથી મળતી વિગત મુજબ ભાવનગરના ખાંડના વેપારી નલીનભાઈ રમણીકભાઈ વોરા ઉ.૫૬ રહે. પ્લોટ નં. ૬૩૧ એ પાશ્વ શ્રીપાલ ફલેટ સામે ડોનચોક પોતાના મકાનનેતાળુ મારી સામાજીક કામે પરિવાર સાથે અમદાવાદ ગયા હતા.
દરમિયાનમાં તસ્કરોએ બંધ મકાનના બાથરૂમના વેન્ટીનેશન વીન્ડો તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલી રોકડા રૂ.૬૦,૦૦૦ તથા રૂ.૯,૧૦,૦૦૦ની કિમંતના સોના ચાંદી અને હીરાના દાગીના મળીકુલ રૂ. ૯.૭૦ લાખના મુદામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવની જાણ થતા એલસીબી પીઆઈ દીપક મિશ્રા, એસઓજી સ્ટાફે ઘટના સ્થળે ઘસી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી. આગળની તપાસ પીઆઈ જી.કે. ઈસરાણી ચલાવી રહ્યા છે.