- ઈસ્લામમાં વજ્ર ગણાતા ગૌ માસના સમોસા ખવડાવીને પાક રોજેદારોને અભડાવનાર વડોદરાના સમોસાના વેપારી સામે મુસ્લિમ સમાજમાં પણ ભારોભાર રોષ
ગુજરાત સહિત દેશભરમાં મુસ્લિમોના પવિત્ર રમજાન માસની ઉજવણી અંતિમ ચરણમાં ચાલી રહી છે ત્યારે વડોદરામાં પવિત્ર રમજાનમાં ઠેર ઠેર ગૌ માસના સમોસા વેચવાનું નાપાક કૃત્ય નો પરદાફાસ્ થતાં ધર્મપ્રેમી હિન્દુઓની સાથે સાથે પાક પરહેજગાર મુસ્લિમ અકીદત મંદોમાં પણ રમજાન મહિનામાં અજાણતા એ ગૌ માસ ભક્ષણ નો ગુનો થઈ ગયાનો વસવાસા સાથે રોશની લાગણી ફેલાય છે.
પાક પરવર દિગારની ઇબાદત સાથે “નફસ’ આત્માને શુદ્ધ રાખવાના રમજાન અને રોજા માં પાકીજગી સાથે અન્યની લાગણી, સંવેદના જાળવવાની ઇસ્લામમાં ખાસ તાકીદ છે
રમજાન મહિનામાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અનજળનો ત્યાગ કરી નફસ એટલે કે આત્માને શુદ્ધ કરવા માટે રાખવામાં આવતા રોજા માં ખાવા પીવાની સાથે સાથે જાણે અજાણી કોઈ ભૂલ કે ગુનો ન થઈ જાય તે માટે પરહેજ રાખવાનો હોય છે .
સાંજે રોઝા ખોલવામાં ઇફ્તર શ મા નમક ,ગરમ પાણી ખજૂર ફળઆહાર સાદુ ભોજન થી રોજા ખોલવા માં આવે છે ..રોજા ખોલીને શહેરી સુધી ઈબાદત કરવા ની રમજાનમાં હિમાયત કરવામાં આવી છે. રોજા ખોલવા માટે કરવામાં આવતા ’ઇફ્તર” ર્મોજ શોખ ને ખાવા પીવા માટે નથી. આખા દિવસના રોજા બાદ રાત્રે અતિ આહાર ની પણ પાબંધી રાખવામાં આવી છે.
ઇફ્તર પરિવાર સાથે ગરીબ જરૂરિયાત મંદોને ભોજન કરાવવાની તાકીદ કરવામાં આવી છે ત્યારે વડોદરામાં ઘઉં માસના ઠેર ઠેર વેચાયેલા સમોસા થી પાક મુસ્લિમો પણ નારાજ થયા છે
વડોદરા: શહેરની ઠેંકાણે મોટાપાયા સમોસાનું ઉત્પાદન કરી ઠેરઠેર સમોસા મોકલનાર સામે સમોસામાં ગાયનું માંસ ભરીને લોકોને વેચવા બદલ પાંચ લોકોની સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે શનિવારે છિપવાડ વિસ્તારમાં આવેલી ’હુસૈની સમોસા’ નામની દુકાન પર દરોડો પાડ્યો હતો અને તૈયાર સમોસાનો શંકાસ્પદ સ્ટોક જપ્ત કર્યો હતો. પોલીસે ગો માસનો સમોસાનો સેંકડો કિલોનો જથ્થો જપ કરી એફએસીએલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો અને એફ એસ એલ રિપોર્ટમાં સમોસામાં ગોમાસ હોવાનું રિપોર્ટ આવતા દુકાન માલિક સહિત છ સામે ગુનોનુંંધી ધરપકડ કરવામાં આવી હતી.
પાપના આ કારસ્તાનમાં પકડાયેલા આરોપીઓ માં દુકાન માલિક યુસુફ શેખ અને નઈમ શેખ સાથે કર્મચારીઓ હનીફ ભથિયારા, દિલાવર પઠાણ, મોઈન હબદલ અને મોબીન શેખ નો સમાવેશ થયો છે.
વડોદરા શહેરમાં ઠેર ઠેર વેચાતા આ સમોસા માલિકો દરરોજ મોટા પ્રમાણમાં તળિયા વગરના કાચા સમોસા તૈયાર કરીને શહેરની દુકાનોમાં સપ્લાય કરતા હતા ત્યાં તેને ફ્રાય કરીને વેચવામાં આવતા હતા. આ સમોસા કોઈને સપને પણ ખયાલ ન હતો કે સમોસામાં ગૌમાંસનો ઉપયોગ થાય છે. આરોપી પાંચ માળની બિલ્ડીંગમાંથી કામ કરતો હતો અને એક રૂમને બીફ અને માંસ સ્ટોર કરવા માટે ડીપ ફ્રીઝરમાં ફેરવવામાં આવ્યો હતો. યુસુફ શેખે પોલીસને જણાવ્યું કે તેના પિતા સમોસા વેચતા હતા અને તે પણ આ ધંધામાં જોડાયા હતા. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે તેમની પાસે દુકાન ચલાવવાનું લાઇસન્સ પણ નથી. માલિકો કેટલા સમયથી બીફ-લેસ સમોસા વેચતા હતા તે જાણવા માટે તપાસ ચાલુ છે આ કૌભાંડમાં મુખ્ય આરોપી તરીકે ઝડપાયેલા યુસુફ શેખે પોલીસને જણાવ્યું હતું કે સમોસાના ઉત્પાદનમાં ગાયનું મટન ખૂબ જ સસ્તુ હોય તેમાં વધુ નફો મેળવવા માટે ગૌમાંસનો ઉપયોગ કરતો હતો. તે ગૌમાંસ કેવી રીતે મેળવ્યું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. તમામ આરોપીઓને રવિવારે કોર્ટે એક દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
ભારતના મુસ્લિમો ગૌ માંસને વજ્ર ગણે છે
ઇસ્લામ સત્ય સેવા સમર્પણ અને શાંતિનો ઉપદેશ આપે છે, કુરાન અને ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોમાં શાંતિ અને અમનનો સંદેશો આપવામાં આવ્યું છે કુરાન શરીફમાં ક્યાંય જીવ હિંસા કે માસ ભક્ષણ નો ઉલ્લેખ નથી, મુસ્લિમ ધર્મગુરુઓ અને ઉલ્લે મા ભારત માં જ્યાં હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માની પૂજવામાં આવે છે ત્યાં લોકોની ધર્મ લાગણી અને પ્રકૃતિનું સન્માન કરી .મુસ્લિમો માટે ગોવંશ ના માસ ને વજ્ર જાહેર કર્યું છે ઇસ્લામમાં અલ્લાહની બંદગી બાદ દરેક બંદા પર વતન સાથેની વફાદારી ની ખાસ હિમાયત કરવામાં આવી છે. અલ્લાહની પાંચ વખતની ઈબાદમાં પણ માતૃભૂમિ પર સજદો કરવાની તાકીદ છે ત્યારે માતૃભૂમિને નમન કર્યા વગર નમાજ પણ ચાલતી નથી તેવા અમનચેનના ધર્મ ઇસ્લામ માં ભારતમાં મુસ્લિમો માટે ગાયનું માસ ન ખાવાનો હુકમ છે અને મોટાભાગના પરેજગાર મુસ્લિમો ભારતમાં ગૌમાસ નો ઉપયોગ કરતા નથી