હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરતી સંસ્થાઓ એચએસએસએફ અને આઇએમસીટીએફ દ્વારા ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે માટેના પ્રયત્નના ભાગરુપે તા.પ થી ૮ જાન્યુઆરી ૨૦૧૮ માં હિન્દુ સ્પીરીચ્યુયલ સર્વીસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ થી ૪૦૦ સામાજીક સેવાઓ તેમજ હિન્દુ મઠ- મંદીરો દ્વારા ચાલતા સેવા કાર્યની ઝાંખી (પ્રદર્શન સ્વરુપે) થશે.
હિન્દુ સ્પીરીચ્યુયલ સર્વિસ ફેર આગામી પેઢી માટે પર્યાવરણ- માનવીય મૂલ્યો- રાષ્ટ્રીયતા માટે સન્માન જેવા ભાવ જાગરણ કરવા ઉ૫રાંત જ્ઞાન, સંસ્કૃતિ, વિજ્ઞાન સાથે ભવિષ્યના ભવ્ય ભારતની કલ્પનાઓને સાકાર કરવાનું માઘ્યમ બનશે.
તા.પ થી ૮ જાન્યુઆરીના ચાર દિવસ જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે યોજાનાર આ મેળામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવારના સહયોગમાં સ્ટોલ રાખવામાં આવેલ છે. જેમાં બન્ને સંસ્થાઓ દ્વારા ઉપયોગી માહીતીનું સાહિત્ય અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
ઉપરોકત મેળામાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિભા, દિગ્વીજય દ્વાર અને શ્રી સોમનાથ મંદીરની આબેહુબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે અને મંદીરમાં પ્રવેશ કરતા એલઇડી સ્ક્રીન દ્વારા શ્રી સોમનાથ મહાદેવના લાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.