ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. આકરી ગરમીથી બચવા લોકો કંઈકને કંઈક પ્રયત્ન કરતા રહે છે. ત્યારે આપણે ગોલાને કેવી રીતે ભૂલી શકાય. ત્યારે ‘અબતક’ રાજકોટના ફેમસ એવા ભવાની ગોલા, રામ ઔર શ્યામ ગોલા, સોમેશ્ર્વર આર.ઓ.આઈસ ગોલા સેન્ટર અમદાવાદનાં ફેમસ ફૂટ ગોલા અને પડધરીના વેરાયટીઝ ગોલાની મુલાકાત લીધી.
ભવાની ગોલાની (કાલાવડ રોડ) મુલાકાત દરમિયાન માલિક પ્રતિકભાઈ જણાવ્યું કે, સ્પેશ્યલ ઉનાળા માટે નેચરલ હાફુસ કેરીના, ચીકુના ગોલા ફેમસ છે. આ ઉપરાંત ચોકો બોલ્સ, રોઝ પેટલ્સ કુલ બ્રાઉની, કેડબરી જેવી અનેકવિધ વેરાયટીઓ ઉપલબ્ધ છે. અહીં ગોલા ૭૦ થી લઈને ૪૦૦ સુધીના મળે છે.
આ ઉપરાંત ગોલાની ખાસિયત એ છે કે તે ઓગળતો નથી તેઓ ફલાઈય દ્વારા બરોડા, બોમ્બે, અમદાવાદ જેવી ઘણી જગ્યાએ પાર્સલ સુવિધા પુરી પાડે છે. આ ગોલાનું વિશેષ પેકિંગ હોવાી ૩-૪ કલાક સુધી ગોલો ઓગળતો નથી.
ખાસ કરીને વાત કરીએ તો ભવાની ગોલાનો “લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ છે. ૧ મિનિટમાં ૮ ગોલા જે આંખે પાટા બાંધીને બનાવ્યા હતાં. આ ઉપરાંત જોઈએ તો ૨૫ વર્ષી ચાલતી આ શોપ ગ્રાહકની સ્વાસ્થ્ય અંગેની ખાસ કાળજી પણ રાખે છે.
રામ ઔર શ્યામ ગોલા (રૈયા સર્કલ)ની મુલાકાત દરમિયાન સાગરભાઈ સોઢાએ જણાવ્યું કે ઠંડાઈ, રાતરાણી, ચોકોબોલ, કેડબરી જેમ્સ, ચીઝબેરી, ફાલુદા, પાન મસાલા જેવા અલગ વેરાયટીઝના ગોલા વધુ પ્રમાણમાં ચાલે છે. અહીં ગોલાની રેન્જ ૬૦-૨૦૦ સુધીની જોવા મળે છે. આ ઉપરાંત સ્ટિક ગોલાનો પણ હજુ એટલો જ ક્રેઝ જોવા મળે છે. ઈ.સ.૧૯૬૨ી ચાલતી આ શોપમાં ગ્રાહકને સંતોષ મળે એ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. અહીં આવેલા એક ગ્રાહક રામભાઈ આહિરે જણાવ્યું કે તેઓ ૨ વર્ષથી સતત અહીં ગોલા ખાવા માટે આવે છે. તેઓને રાજભોગ, મેગો, રામ ઔર શ્યામ સ્પે. ગોલા વધુ પસંદ પડે છે. અહીં ફ્રેશ મટીરીયલ્સ વાપરે છે. ઉપરાંત સ્વચ્છતા પણ જળવાઈ રહે છે.
સોમેશ્ર્વર આર.ઓ. આઈસ સેન્ટર અમદાવાદના ફેમસ ફુટ ગોલા (ઈન્દિરા સર્કલ)ની મુલાકાત દરમિયાન મેહુલભાઈ પટેલે જણાવ્યું કે ફૂટ ગોલામાં જાંબુ, ફાલસા, પાઈનેપલ, કીવી, ગ્રેપ્સ, ચીકુ દરેક જાતના બનાવવામા આવે છે. ગ્રાહકોને વધુ જાંબુ-રાવણા, ફાલસા, સેતુર, રોઝ ફલેવરનાં ગોલા વધુ પસંદ પડયા છે. ખાસ કરીને જણાવવામાં આવે તો અહીં આર.ઓ.આઈસ કયુબ વાપરવામાં આવે છે. જેના બેકટરીયા ૦% પ્રમાણમાં હોય છે. ચાસણી શુધ્ધ ખાંડની જ બનાવવામાં આવે છે. આ ઉપરાંત નેચરલ ફ્રેશ ફુટ વાપરવામાં આવે છે. જેી ગ્રાહકોને કોઈપણ જાતની સ્વાસ્થ્ય અંગે કોઈ સમસ્યા તી નથી.
અહીં આવેલા ગ્રાહક કૃણાલ સોનીએ જણાવ્યું કે તેઓ ૨ વર્ષી અહીં ગોલા ખાવા માટષ આવે છે. જાંબુ ફલેવર તેઓને વધુ પસંદ પડે છે. આ ઉપરાંત રિષભ પાટડીયાએ જણાવ્યું કે, ફાલસા તેઓનો ફેવરીટ છે. જેના ખટમીઠો અને મસાલેદાર ટેસ્ટ હોવાના કારણે વધુ મજા આવે છે. તા આર્શ કામદારે જણાવ્યું કે કેડબરી ફલેવર ખૂબ જ સરસ મળે છે. રાજકોટમાં આ એક જ ફૂટ ગોલા છે. ઉપરાંત ગોલા નેચરલ ફ્રેટ ફૂટ સો મળતા હોવાી સારા પ્રમાણમાં ખાઈ શકાય છે. કોઈ જાતનું નુકશાન તું નથી.
પડધરીનાં આવેલ બસ સ્ટેન્ડ પાસે વેરાયટીઝ ગોલાની મુલાકાત દરમિયાન કિશોરભાઈ નાગરે જણાવ્યું કે ઈ.સ.૧૯૭૯ થી આ શોપ ચાલુ છે. જેમાં એક જ ફલેવર મિક્ષ ચોકલેટ ગોલા ખૂબ ફેમસ છે. આ ઉપરાંત અન્ય ફલેવરના ગોલા પણ બનાવે છે. બહાર ગામના લોકોની પણ ખૂબ જ ભીડ રહે છે જે બધી વસ્તુ પોતાની બનાવટ જ વાપરવામાં આવે છે. અહીં આવેલા ગ્રાહક જયસુખભાઈ કણઝારીયાએ જણાવ્યું કે જામનગરી સ્પેશ્યલ ગોલા ખાવા માટે આવે છે. આ ઉપરાંત અન્ય ગ્રાહકે જણાવ્યું કે ૩૦-૧૦૦ સુધીની ઓછી કિંમતમાં શ્રેષ્ઠ ગુણવત્તા મળે છે. જયારે એ જ ગોલા રાજકોટમાં ૧૦૦-૨૫૦ી શરૂઆતની રેન્જમાં જોવા મળે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,