હિંમતનગર શહેરની એક સગીરા સાથે દુષ્કર્મ આચરનાર 20 લોકો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.ભોગ બનનાર સગીરાએ પોતાની જનેતા સામે ફરિયાદ નોંધાવી.એક જનેતા તેની સગીર વયની દીકરી પાસે દેહવ્યાપાર કરાવતી હોવાની સગીર દીકરીએ આરોપ લગાવ્યો.બે હાજર રૂપિયા તેની માતાને આપી 13 આરોપીઓએ સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાના આરોપ લગાવ્યા.
સાબરકાંઠાના હિંમતનગરમાં મા એ મમતા લજવી હોવાની રૂહકાંપ ઘટના સામે આવતા ચારે કોરથી કાળિયુગી માતા સામે ફિટકાર વર્ષી રહ્યો છે. સગીરાની માતાના પ્રેમીએ સગીરાને પોતાના હવસનો શિકાર બનાવી સગીરા સાથે અવારનવાર કુકર્મ આચર્યુ હતું. એટલું જ નહી મુખ્ય આરોપી સહિત અન્ય 13 નારાધમોએ સગીરાને ધમકી આપી વારંવાર આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. સામૂહિક દુષ્કર્મની આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. બીજી તરફ તમામ આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.
તો બીજી તરફ સગીર દિકરીને બાર લાખ રૂપિયામાં મધ્યપ્રદેશ ખેડા જિલ્લો રતલામ ખાતે વહેંચી દેવાની પણ તૈયારી કરી હતી પરતું ખરીદનારે પુખ્ત વયની થયા પછી ખરીદવા કહ્યું. ખરીદનાર સામે પણ ફરિયાદ દાખલ કરી છે. 20 આરોપીઓ પૈકી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે. જેમાં ફરિયાદી સગીર ની જનેતા, ભોગ બનનારની માતાનો પ્રેમી અને અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી પોલીસે બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે એક આરોપીને સબજેલ મોકલી આપ્યો હતો.અને બીજો આરોપી માતાનો પ્રેમી છે જેને કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવી છે સાથેજ પોલીસે અટકાયત કરેલ આરોપી માતાને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે…