નવજાત શિશુના જન્મ પહેલા અને પછી માતાને કાળજી રાખવા નિષ્ણાંતોનું સૂચન
બાળકોના વિકાસ સાથે માતા અને પિતાએ પણ વિશેષ તકેદારી જરૂરી
સંતાનસુખની ઇચ્છા તો દરેક માતા-પિતાની હોય છે.
પરંતુ વર્તમાન સમયમાં ઝડપી લાઇફ સ્ટાઇલ અને ફાસ્ટ ફુડને કારણે સ્ત્રીઓ નોર્મલ ડિલીવરી સમયે દર્દ સહન કરી શકતી નથી. તેથી ડોકટરો સિજેરીયન કરવાની સલાહ આપતા હોય છે. ઘણી વખત એવા સંજોગો અને પરિસ્થિતિને લઇને મહીલાઓ સિજેરીયન કરવું પડતું હોય છે. પોતાના ઘરમાં પગલા પાડનાર બાળક માટે માતા-પિતા તમામ પ્રકારની કાળજી રાખે છે. બાળકોને કોઇપણ મુશ્કેલી કે બિમારી ન આવે તે માટે માતા-પિતા સતત કાળજી રાખતા હોય છે.
પરંતુ તકેદારી છતાં કુમળા ડીલને બિમાર પડતા વાર લાગતી નથી. નવજાત શિશુથી લઇ વિકસતા બાળકોને થતી બિમારી વખતે શું કાળજી રાખવી જોઇએ.
કંઇ પ્રકારની સારવાર લઇ શકાય, તેનું જ્ઞાન માતા-પિતાને તો હોવું જ જોઇએ.
ગર્ભવતી સ્ત્રીઓ માટે લીલા શાકભાજી વરદાન રૂપ ડો. નીરવ માનસેતા
અબતક સાથેની વાતચીત દરમિયાન નંદનવન આરોગ્ય કેન્દ્રના આર.બી. એસ. કે ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. નિરવ માનસેતાએ જણાવ્યું હતું કે સ્ત્રીઓને પાંચમાં મહિનાથી લઇને નવમાં મહિના સુધી ખોરાકમાં પુરતુ પોષણ મળી રહે તે માટે તમામ પ્રકારના લીલા શાકભાજી ઉપરાંત પોષણયુકત વિટામીન લેવા જરૂરી છે. તેથી સ્ત્રીઓ પોતાને અને પોતાના બાળકને પુરતુ પોષણ આપી શકે. ગર્ભવતી મહિલાઓએ દિવસ દરમિયાન વોકીંગ, ૧૦-૧૫ મીનીટ માટે યોગાસન અને મેડીટેશન કરે તો તેનાથી ગર્ભની પરિસ્થિતિ અને બાળકનાં સંપૂર્ણ નિર્માણ મામલે કાળજી રાખી શકાય.
એક થી બે મહિના સુધીના બાળકોમાં હાઇપોથમીંયા એટલે કે શરીરનું તાપમાન ઘટી ઘટવાની સામાન્ય તકલીફ રહેતી હોય છે. બાળકોમાં સુગરનું લેવલ ઘટી જાય તેને હાઇપોગ્લાઇસેમીયા કહેવાય છે. માટે બાળકોને પુરતા કપડા પહેરાવી હુંફ આપવી જોઇએ. જેથી આ પ્રકારની બિમારીથી ભુલકાઓને બચાવી શકાય. છ મહિના સુધી બ્રેસ્ટ ફિડિંગ એટલે કે ફકત માતાનું ધાવણ મળે તે જરુરી છે. છ માસ પછી જયારે બાળકોના આંતરડાનો વિકાસ થાય છે પછી ત્યારબાદ બાળકોને દાળનું પાણી, મગનું પાણી પછી ધીમે ધીમે ઘરનો ખોરાક આપી શકાય. બાળકને વારેવારે તાવ તેમજ ઇન્ફેકશન ન થાય તે માટે તમામ પ્રકારના રસીકરણ ખુબ જ જરુરી છે.
બાળક જયારે ૩ વર્ષનું થાય ત્યારે તેને દાંત આવવાની શરુઆત થઇ ચૂકી ચાલવા માંડયું હોય તો તે સમયે પુરતું પોષણ મળી રહે તે માટે નિયમિત ઘરનો ખોરાક આપવો જરૂરી છે ઘણા લોકો કહેતા હોય કે ગાયનું દુધ ખુબ જ પોષ્ટીક આહાર બાળકો માટે તેનો ઉપયોગ સાવચેતીથી કરવો. કારણ બાળકોમાં પ્રોટીન પચાવવાની શકિત હોતી નથી. એટલે ગાયનું દૂધ પોષણ આપે છે તે વાત અહીં ખોટી સાબીત છે. જે બાળકોને સમયસર ઘરનાે ખોરાક મળી રહે તો તેને કોઇ જ પ્રકારની બિમારી થતી નથી.
બાળકોની બર્થ કેર જ સાચી સમજણ ડો. અપેક્ષા રાવલ
અબતક સાથેની વાતચીત દરમિયાન અમૃતા હોસ્પિટલના ન્યુઓનોટોલોજીસ્ટ ડો. અપેક્ષા રાવલએ જણાવ્યું હતું કે નવજાત શિશુ સ્પેશ્યાલીસ્ટ તે કાચની પેટીના કાચા બાળકો તથા જરુરીયાત મંદ બાળકોની સારવાર કરે છે. ઇન્ટરનેશનલ અને ઇન્ડિયન ડેટા પ્રમાણે એમ કહી શકાય કે તેના મુખ્ય ત્રણ કારણો છે પ્રિમેચ્યોર હોવું, જન્મ વખતે ન રડેલા તથા ઇન્ફેકશન ને કારણ બાળકને કાચની પેટીમાં દાખલ કરવા પડે. આમાંથી બે કારણોના નિવારણ થોડુંક પ્રિ-બર્થ કેરથી લાવી શકાય. એક ઇફ બર્થ એસફીક વખતથી પ્રોપર કેર થાય. અને પ્રોપર પ્રિકોશન લેવામાં આવે તો ઇન્ફેકશન ન લાગવાના કારણે આ બન્ને મહદ અંશે ઓછા કરી શકાય તેવા કારણો છે.પ્રિ-મેચ્યોર માટે અમુક કેર કરી શકાય છતાં પણ જેટલું બાઇક કાચુ તેમ તેને કેરની જરુરત પડતી હોય છે. પ્રિ-મેચ્યોર કે પૂરા મહિનાનું બાળક હોય તો તેના કેરની શરુઆત તેના જન્મ પહેલાથી જ થઇ જતી હોય છે.
ઇટસ સ્ટાટસ ફોર્મ વિધીન વુમ માતાના પુરતા પોષણ પ્રોપર એન્ટીનેટલ કેર, સમયસર ગાયનેક સલાહ આપે તે પ્રમાણે બતાવવું પૂરતે માતાએ રસી બનાવવી, સોનોગ્રાફી કરાવવી, તથા સૌથી વધુ મહત્વનું જયારે માતાને ટાઇમલી ડીલીવરી થવાનુ હોય તે પહેલા કવોલીફાઇડ પિડીયાટ્રીશીયન કે જેબાળકના જન્મ વખતે પ્રોપર એટલે કે બર્થ કેર આપી શકે. તેનાથી બાળકનો બર્થ કવર થાય. જેથી કરીને બાળકનું જન્મ સમયે ન રડવું અને ઇન્ફેકશન લાગવું તેનું મહદ અંશે નિવારણ લાવી શકીએ.
બાળકના જન્મ બાદ તેને કાચની પેટીમાં રાખવાની જરુરત હોય તો તેને કાચની પેટીમાં રાખવું. અને જો તેની જરુરત ન હોય બાળક સ્વસ્થ હોય તો તેને પ્રોપર જન્મ વખતે સલાહ આપવામાં આવે કે તેને કેવી રીતે કેર કરવી, તેનુ હેન્ડલીંગ મીનીમમ થવું, તેનું પ્રોપર ફિડીંગ કરાવવું, તથા તેને જરુરી બધા જ ન્યુટ્રીશન ની શરુઆત કરાવવી, ગરમાવો જાળવી રાખવો. અને સમયસમ ડોકટર વિઝીટ કરાવવી. જેથી કોઇપણ તકલીફ હોય તો ટાઇમલી જાણ થાય અને તે વધે તે પહેલા જ યોગ્ય સારવાર મળી રહે.
આજકાલ ટેકનોલોજીના વિકાસ સાથે અને અમે જે સેટઅપમાં કામ કરીને છીએ. ત્યાં અમારી પાસે નાના અને તકલીફવાળા બાળકોને બચાવી રાખવા માટે ના ઇકવીપમેન્ટસ, ફેસીલીટી, ટીમ, સ્ટાફ બધું જ હોવાથી ૯૦ થી ૯૫ ટકા જેટલા સર્વાઇવલ કહી શકાય છતાંપણ બાળકની કંડીશન પર આધાર છે. કેટલી તકલીફ સાથે તે આવ્યું છે. અત્યાર સુધી જે બાળક અમારી પાસે આવે લ છે તેમાં ર૪, ર૬ અઠવાડીયાના બાળકો હમણાં થોડા દિવસો પહેલા અમે ૫૫૦ ગ્રામના બાળકને ડિસ્ચાર્જ કર્યુ એકિસડેન્ટલી તે બાળક પ્રિ-ડીલીવર થઇ ગયું હતું. ટાઇમલી કેર મળવાના કારણે તે ર કિલો સાથે ડિસ્ટાર્જ થયું. અત્યારે તે બાળક ગ્રોઇંગ ફેઝમાં છે. ઘણા એવા પ્રિ-મેચ્યોર બાળકો છે જે બચ્યા છે તે હેલ્થી છે. ગ્રોઇંગ ફેઝમાં સ્વસ્થ છે. તથા ઘણા પ્રિમેચ્યોર બાળક ફોલોઅપમાં એક બે વર્ષમાં આવી હેલ્થી આગળની લાઇફ જીવી રહ્યાં છે. નોર્મલ બાળક જેટલો વિકાસ પામી રહ્યા છે જે તે સ્ત્રી પ્રેગનેન્ટ થાય. ત્યારથી જ તેણે પોષણ યુકત આહાર લેવો જોઇએ ફોલીક એસિડ સાથે બીજા સ્પલીમેન્ટ લીધેલ હોવા જોઇએ ડોકટરની સમયસર મુલાકાત લેવી જોઇએ.
બાળકો માટે માતાનું દુધ અમૃત સમાન : ડો. કૃણાલ આહિયા
અબતક સાથેની વાતચીત દરમિયાન માહી હોસ્પિટલના ડો. કૃણાલ આહીયાએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલ સ્પેશ્યલ નવજાતશિશુ માટેની છે. જે સૌરાષ્ટ્રની એક માત્ર છે. જેમાં જન્મથી લઇ ને એક મહિના સુધીના બાળકોની સારવાર કરવામાં આવે છે. જન્મેલ બાળકને ઘણી બધી બિમારીઓ થતી હોય જેમ કે બાળકમાં રોગપ્રતિકારક શકિત નહિવત હોય તેના કારણે ઇન્ફેકશન થવું, બાળકોને વહેલો જન્મ થવો, જન્મ વખતે બાળક રડવું ન હોય મળ પી જવું, જન્મ જાત ઘણી બધી ખોટ ખાપણ હોવી વગેરે તકલીફો હોય છે.
ભારતને વિકસીત દેશ દર્શાવવા માટે અમુક માપદંડો હોય જેમાંથી એક માપદંડ એવું છે કે નવજાત શિશુના કેટલા મૃત્યુ થતા હોય જો ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસીત દેશ તરફ લઇ જવું હોય તો નવજાત શિશુના મૃત્યુ દરને ઓછું કરી શકીએ તો ભારતને વિકસીત દેશ તરીકે દર્શાવી શકીએ. અત્યારે ભારતમાં એક હજાર બાળકનો જન્મ થાય તેમાં ર૮ બાળકો મૃત્યુ પામતા હોય છે.
જે બાળકને જન્મજાત બિમારી હોય તો તેના કારણે તેને ઘણા બધા પ્રોબ્લેમ જેમ કે બેસતા, ચાલતા મોડું શીખવું, માનસીક રીતે નબળા હોવું, સાંભળવામાં તકલીફ પડવી. જે પુરા મહિને જન્મેલ બાળક છે તો જન્મતા વેત અડધી કલાકમાં બાળકોને માતાનું દૂધ આપવું, તેને ગરમાવો આપવો જરુરી છે. બાળકને નાયડુ ખરી જાય ત્યારબાદ જ સ્નાન કરાવવું ઇન્ફેકશન ન થાય તે માટે માતાએ ચોખ્ખાઇ રાખવી વગેરે મહત્વની વસ્તુઓ છે. જન્મ સમયે વીટામીન-કે નું ઇન્જેકશન આપવું જરુરી છે. તથા સમયાંતરે રસીકર કરવું જો બાળક પ્રિૅમેચ્યોર હોય તો તેમાં મહત્વની વસ્તુ તે છે કે બાળક કેટલું વહેલું જન્મે છે. તેના પર નિર્ભય હોય. તેનું કેટલું ઓછું વજન અને કેટલું વહેલું
જન્મેલ છે. તેના ઉપરથી અમે તેનો કેટલો વિકાસ થયો તે નિર્ધારીતકરતા હોય છીએ. તે અમે અઠવાડીયામાં ગણતા હોય જેમ કે જયારે કોઇપણને માતૃત્વ રહે તે સમયે માતાને તારીખ આપવામાં આવે તે તારીખે બાળકનો જન્મ થઇ શકે. ૪૦ અઠવાડીયે બાળકનો જન્મ થયો કહેવાય. તેનાથી કેટલાક દિવસ વહેલું જન્મ્યું છે.
તે જોવાનું હોય કોઇપણ બાળકનો જન્મ ૩૭ અઠવાડીયાથી વહેલો થાય તો તેને પ્રિમેચ્યોર કે વહેલું જન્મેલ બાળક કહેવાય. ૩૪ અઠવાડીયાથી વહેલું થાય તો તેને અતિ પ્રિ-મેચ્યોર તથા ર૮ અઠવાડીયાથી વહેલું જન્મે તો તેને એકસ્ટ્રીમ પ્રિમેચ્યોર બાળક કહેવાતું હોય છે. કેટલું વહેલું જન્મે છે તે પ્રમાણે બાળકના બચવાની ક્ષમતા કેટલી તે નિર્ધારીત થતી હોય. ૩૪ અઠવાડીયાથી ઉપર જન્મેલ બાળક હોય તો બહારના વાતાવરણમાં એડજસ્ટ થઇ શકતું હોય. ખોરાક મોઢામાં આપવામાં આવે તો લઇ શકતું હોય. જે બાળકો આ બધું નથી કરી શકતા તે બાળકોને કાચની પેટીમાં રાખવા પડતા હોય છે. બીજી મગજથી લઇને બધા અવયવોમાં તકલીફ આવી શકે આકાર બની ગયો હોય.
બાળક બાળક જેવું લાગે બાળક નાનું લાગે પરંતુ તેના સિવાય તેના શરીરના બીજા અવયવોની કાર્યશીલતા ફંકશન ન હોય પ્રોચ્યોરીટી બાળકની પુરી ન હોય જેમ કે પૂરા મગજમાં હોય તો હેમરેજ થવું, આંખનો પડદો પૂરી ન બનવો, કાચા ફેફસા રહેવા, ન્યુમોનિયા થવું, હ્રદયનું પમ્પીંગ નબળું થવું, કમળો થવો, દૂધનો અપચો થવો, પેટ ફૂલી જવું, વગેરે તકલીફો બાળકોમાં જોવા મળતી હોય બાળકનું વાતાવરણ હુંફાળુ રાખવું પડતું હોય જે બાળક પોતે નથી જાળવી શકતા. તેથી તેને બહારથી વધારાનો ગરમાવો આપવો પડતો હોય. જેથી બાળક પોતાનું તાપમાન જાળવી શકે અમારી હોસ્પિટલમાં ર૪ અઠવાડીયામાં એટલે લગભગ સાડાપાંચ મહીને જન્મેલ બાળકને પણ બચાવેલ છે. તથા ૬૦૦ ગ્રામ વજન વાળા બાળકનો પણ જન્મ થયેલ છે.
બાળકને છ મહિના સુધી ફકત માતાનું ધાવણ આપવું છ મહિના બાદ બાળકને માતાના ધાવણની સાથે દાળ, મગનું પાણી તથા ઘરે બનાવેલ ખોરાક આપવો. તથા તેમને બહારનો ખોરાક ન આપવો જોઇએ. માતાએ ઘણી બધી જાગૃતતા રાખવી જોઇએ ઘણી નાની વસ્તુઓ હોય પણ તે મહત્વની હોય જેમ કે બાળકની ચોખ્ખાઇ રાખવી, રસીકરણ કરાવવું, ખોરાક પુરતો આપવો, બિમાર પડે તો તાત્કાલીક ડોકટરને બતાવવું, વગેરે નાની નાની વસ્તુઓનું ઘ્યાન રાખવું જોઇએ બાળકનું સમયસર વજન કરાવવું તેની હાઇટ માપતી રહેવી. જેનાથી બાળકનો પુરતો વિકાસ થાય છે કે નહી તથા કાંઇ અટકાવ આવે તો રસ્તો મળી રહે સમયે સમયે ડોકટરને બતાવવું જોઇએ.
બાળકોનો નેચરલ ગ્રોથ જેનેટીક હોય છે ડો. દિપ્તી ચોકસી
અબતક સાથેની વાતચીત દરમિયાન આસ્કા હોસ્પિટલના ગાયનેક ડો. દિપ્તીબેન ચોકસીએ જણાવ્યું હતું. કે પ્રેગનેન્સીમાં ત્રણ તબકકા હોય ફકટ, સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર ફસ્ટ ટ્રાઇમેસ્ટરમાં કોઇપણ બહારની મેડીસીન્સ ન લેવી પડે તેનું ઘ્યાન રાખવું તેમજે હાઇપ્રોટીન ડાયેટ લેવું અને રેગ્યુલર ચેક અપથી બાળકોનો પ્રોગેસનો ખ્યાલ આવી જાય છે. તેઓએ મુસાફરી ટાળવી જોઇએ. બાળકનો નેચરલ ગ્રોથ જીનેટીક ગ્રોથ ને આ ત્રણ મહિનામાં જ થતો હોય છે. ડી.એન.અ. જેમાં તેમનું બંધારણ અને વિકાસ પહેલા ત્રણ મહિનામાં થાય છે. બીજું ટ્રાઇમેસ્ટર તે કમ્પેરેટેવલી સેફ હોય મહિલાએ બહારનો ખોરાક ન લેવો જોઇએ. બીજા ટ્રાઇમેસ્ટરમાં મહિલા નિશ્ચિત રહી શકે બેબીનો ગ્રોથ ન્યુટ્રીશન ઉપર નિર્ભર હોય છે. તેથી ગર્ભવતી મહીલાઓએ હેલ્થી ફુડમાં કઠોળ, સોયાબીન વાલ, મગ, વિટામીન, મિનરલ્સ લેવા તથા લીલા શાકભાજી તથા ઇંડામાં પણ સારું પ્રોટીન મળે. ફેટનું અને સુગરનું પ્રમાણ ઓછું રહેવું જોઇએ.
વેટગેઇનમાં જે જાડા પેસન્ટ છે. તેને ઓછું વેટ ગેઇન થાય માટે ઓછી કલેરી ધરાવતો ખોરાક લેવો જે પાતળા પેસન્ટ છે તેમને વેટ ગેઇન થાય તો ચાલે આઇડયલી પ્રેગનન્સી દરમિયાન પેસન્ટમાં ૧૦ થી ૧ર કિલો વજન વધતું હોય છે. અને થર્ડ ટ્રાઇમેસ્ટમાં લો સોલ્ડ વાળો ખોરાક લેવો જોઇએ. તથા ન્યુટીશનલ ફુડ લેવું જોઇએ. બીજી સપ્લીમેન્ટેશન બહારથી આપણે આપીએ છીએ. કેલ્શીયમની હીમોગ્લોબીનની અને વિટામીન ડી ચાર ગોળી પ્રેગનન્સી દરયિમાન લેવી જોઇએ. પ્રેગનેન્સી દરમિયાન ઇન્ફેકશન ન થાય. વધુમાં જણાવ્યું કે સિઝેરીયન કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. તેની પાછળ ઘણા ફેકટર હોય છે એક તો સ્ત્રીઓની પોતાની એન્ઝાઇટી પેસન્ટની ઉમ્ર અને નવ મહિના દરમિયાન તેને ડીલીવરીનું એટલું ટેન્શન હોય ડીલીવરી કેવી થશે. લેબર પેઇન કેવું હોય પ્રેગનેન્સી ખુબજ સંવેદનશીલ હોય છે. કારણ કે એક વખત મહિના રહે તો બીજી વખત મહિના કયારે રહેશે એક વખત એબોશન થઇ ગયું હોય તો તેને સ્ટ્રેસ વધી ગયું હોય અત્યારે એવો ક્ધસેપ્ટ થઇ ગયો છે. કે બેબીને મધરને કંઇ થવું ન જોઇએ. કોઇ તકલીફ થવી ન જોઇએ.
અત્યારે આઇવીએફ સેન્ટરો પણ વૃઘ્ધી જોવા મળી છે. અને એક કે બે બાળકના નોમર્સ થઇ ગયા છે. આજના વાલીઓને એક જ બાળક જોઇએ છે. બાળકોને કંઇ થવું ન જોઇએ.
જયારે નોર્મલ ડિલીવરીની પ્રોસેસ સ્લો અને સ્ટેડી છે. જેમાં સખત લેબર પેઇન થાય છે. બાળકના ધબકારા રહે તેનું મોનીટરીંગ કરવું લોકોને ઘણો ફિચર હોય છે જેમ કે ડોકટરોએ કહ્યું હોય કે નોર્મલ ડીલીવરી થશે. તેમ છતાં લોકોને ભય હોય છે.
ઘણી વખતે મોટી ઉમંરે પ્રેગનેન્સી રહેતા વાર લાગે. પ્રેગનન્સી ન રહેતી હોય. એટલે બાળકનું મહત્વ વધારે હોય છે. પિડીયાટ્રીકસમાં પણ પહેલા બાળકના ડોકટર પાસે કોઇ જતુ જ નહતું. અત્યારે એક ઉઘરસ આવે તો ડોકટરને બતાવવા જશે. આવા બધા કારણોને કારણે સિઝેરીયન કરાવતા હોય ઉપરાંત મેડીકલ કોમ્પલીકેશન હોય તો સિઝરીયન કરવું પડે. જેમ કે બીપી વધારે હોય, ડાયાબીટસ હોય શરીરમાં પાણી ઓછું થઇ ગયું હોય બાળક ઉંધુ હોય બાળક મુઝાતુ હોય. પરંતુ ઘણા સોશિયલ કારણો જેમને એક જ બાળક જોઇએ છે દુ:ખાવા સહન નથી કરવા, મેટલનલ બેઇઝ વધુ છે. ઘરમાં કોઇ બાળક નથી. તો તેઓ સિઝેરીયન કરાવે નોર્મલ ડીલીવરનો ખર્ચ સીઝરીયન ડીલીવરી કરતા અડધો ખર્ચ થાય.
કુમળા શરીરની તકેદારી મહત્વની ડો. રાકેશ પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન અમૃતા હોસ્પિટલના પિડિયાટિશિયન ડો. રાકેશ પટેલએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષથી હું અમૃતા હોસ્પિટલમાં સેવા આપું છું. અત્યારે નાના બાળકોને પોલ્યુશનના કારણે ઇન્ફેકશન થવું. તથા એલજીમાં તાવ, શરદી, ઉઘરસ વારેવારે થવા ઇન્ફેકશનમાં વેકટરબોન કે જે મચ્છરોના કારણે થતું ઈંજેક્સન ખોરાકના કારણે થતું ઇન્ફેકશન વધુ થાય છે.
બાળકના ખોરાકની આદત શરુઆતથી ડેવલોપ થતી હોય છે. તો એમ કહીએ કે પહેલા છ મહિના બાળક માટે માતાનું દૂધ ઉત્તમ ખોરાક છે. તેમાંથી દરેક પ્રકારનું પોષણ મળી રહે છે તેથી બીજા ખોરાકની જરુરત રહેતી નથી. બાળક ૬ મહીનાનું થાય પછી તેને ઘરનો બનાવેલખોરાક ખવડાવીને તો તેને શરુઆતથી જ ઘરનું ખાવાની આદત પડશે. તેને શકય હોય ત્યાં સુધી જંક ફુડ ન ખવડાવવું જોઇએ. જેથી તેને આગળ જતાં બજારું ફુડ ખાવાની આદત ન પડે અને તે બિમારી ઓછું પડે ડોકટરની સલાહ લઇને બાળકને શકય હોય તો દરેક જાતના વેકસીનેશન આપવા જોઇએ. અમુક રસીઓ સરકાર તરફથી મળે છે તે તો લઇએ જ છીએ. પરંતુ તે ઉપરાંત ઘણી બધી રસીઓ એવી છે જે સરકાર આપી શકતી નથી તો તે રસી બાળકના ડોકટરની સલાહથી મુકાવવી જોઇએ. માતા-પિતા તથા ફેમેલી મેમ્બરોએ બાળકને ઇન્ફેકશનથી બચાવવું તથા સારી આદતો અને ફુડ હેબીટસ કલરીવેટ કરાવવી. બાળકને પોલ્યુશન વાળા વાતાવરણ ઇન્ફેકશનવાળી વ્યકિત ભીડભાડથી દુર રાખવું જોઇએ.
વધુમાં જણાવ્યું કે અત્યારનો પ્રશ્ન એ છે કે બાળકોને માતા-પિતા નાનપણથી મોબાઇલ ટીવી, વિડીયો ગેઇમ આદતો પાડવા માંડયા છે તેથી બાળક તેમાં જ વળગી રહે. અને માતા-પિતાને હેરાન ન કરે અતે આગળ જતાં આ જ વસ્તુ માતા-પિતાને હેરાન કરે બે વર્ષ સુધી બાળકોને મોબાઇલ અને ટીવી બતાવવા જ ન જોઇએ. આપણે પણ તેની હાજરીમાં ટીવી, મોબાઇલ જોવા જોઇએ. જેથી આપણામાંથી બાળક તેવું ન શિખે બાળક બે વર્ષનું થાય તો પણ આખા દિવસમાં એક કલાકથી ઓછો સમય ટીવી, મોબાઇલનો ઉપયોગ કરે તેની કાળજી રાખવી જોઇએ આવું કરવાથી તેના ભવિષ્ય અને તેના વિકાસ માટે ખુબ જ મહત્વની છે.