ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે. મેયર દર્શિતાબેન શાહ અને સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
પોપટપરા વિસ્તારમાં ‚ા.૧.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત માં સંતોષી પ્રાથમિક શાળાનું લોકાપર્ણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલક ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ, અને નિતિનભાઈ ભારદ્વાજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતુ કે રાજય સરકારે શિક્ષણ અને આરોગ્યને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. નવી બંધાતી તમામ નગર પ્રાથમિક શાળાઓમાં ખાનગી શાળા કરતા પણ વિશેષ સુવિધાઓ મળે છે. પ્રાથમિક શાળા માટે સરકાર ૧ કરોડ ૬૦ લાખ ‚પીયાનો ખર્ચો કરે છે. બાળક સ્વતંત્ર ઉછેરમાં પ્રવૃતિ કરતો જાય અને જ્ઞાન મેળવતો જાય આ એક નવા ક્ધસેપ્ટથી મુખ્યમંત્રી વિજયભાઈની આગેવાની હેઠળ આખા રાજયમાં અમે કામ કરીએ છીએ. આ વખતે પહેલો પ્રયોગ એ પણ કરવામાં આવશે કે રાજયની ૧૨૦૦ પસંદગીની શાળાઓમાં ૨૪૦૦ ઓરડામાં ડિઝીટલ ‚મ બનાવવામાં આવશે અને તેમાં ૧૦૦ ટકા સફળતા મળશે આજનું બાળક આવતીકાલનું એક સક્ષમ નાગરીક બને, વિશ્ર્વના વિદ્યાર્થીની સાથે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે એવું સક્ષમ બાળક તૈયાર કરવું હોય ત્યારે આપ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર આપવું જોઈએ બાળકોને પુસ્તકો અને મધ્યાહન ભોજન ઉચ્ચ કક્ષાનું આપીએ છીએ જેથી વાલી અને બાળકને સરકારી શાળામાં આવવાનું મન થાય ઉપરાંત ખાનગી શાળાઓમાં કદાચ કવોલીપાઈડ શિક્ષકો નથી હોતા જયારે વિદ્યાસહાયકોમાં સારામાં સા‚ કવોલીફીકેશન હોય છે. હાઈલી કવોલિફાઈડના શિક્ષકોને ગરીબ અને સામાન્ય કુટુંબના બાળકોને ભણાવવા માટે રાજય સરકાર પગાર આપે છે. પહેલા પાંચ વર્ષ ૧૦ હજાર ‚પીયા આપે છે અને ત્યારબાદ ૨૭ હજાર માતબર રકમ આપીએ છીએ જેથી તેઓ મન દઈને બાળકોને તૈયાર કરી શકે.